કાલોલ ખાતે ભાગવત કથા નાં ત્રીજા દિવસે વૈષ્ણવાચાર્ય કુંજેશ કુમાર ની દીવ્ય વાણી નો લાભ લેતા વૈષ્ણવો.
તારીખ ૧૯/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ્ ભાગવત કથા ના ત્રીજા દિવસે વિવિધ પ્રસંગો નુ વર્ણન કરી પૂ.પા.ગૌ ૧૦૮ શ્રી કુંજેશ કુમાર મહોદય દ્વારા ધ્રુવ ની કથા,જડ ભરતની કથા અજામીલ ની કથા નુ વર્ણન કર્યું. ભગવાને ધ્રુવ ને “ઓમ નમો ભગવતે વાસુદેવાય”નો મંત્ર આપ્યો. ધુવજી એ યોગ ને સિદ્ધ કર્યા છે. કથા ની રત્ન કણિકાઓ”મનુષ્ય જીવન વેડફવા માટે નથી સાર્થક કરવા ની જરૂર છે”.”નાભી માથી નારાયણ નુ ઉચ્ચારણ થાય તો તે ઉચ્ચારણ ભગવાન સુધી પહોંચે છે”. “શ્રીનાથજી એક વાર હાથ પકડે તો ક્યારેય છોડતા નથી”.”ધર્મ એ આચરણ છે જયારે સેવા એ આત્મધર્મ છે”.”આનંદ નુ નામ જ કૃષ્ણ છે”.પૂ. પા.ગૌ ૧૦૮ શ્રી કૃષ્ણકુમારજી મહોદય પણ કથામાં પધાર્યા અને વચનામૃત નો લાભ આપ્યો હતો જેમા જીવનમાં સત્કાર્ય, સ્મરણ ,સેવા, સંસ્કાર નુ મહત્વ સમજાવી જીવનમાં સત્કાર્ય સેવા જ સાથે આવે છે તેવુ અસરકારક પ્રવચન આપ્યું હતું.