નર્મદા: સંજય વસાવાના અપમૃત્યુ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ મધ્યસ્થી કરતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
મૃતક સંજય વસાવાની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મરણ જનાર સંજયભાઈ લક્ષ્મણભાઈ વસાવા જીતનગર અને સુંદરપુરા ની વચ્ચે મોટરસાયકલ પર કાબૂ ગુમાવતા ઝાડ સાથે અથડાય જઈ ગંભીર ઈજાઓના કારણે તેમનું સ્થળ ઉપર મૃત્યુ થયું હોવાની અકસ્માત મોતની પ્રાથમિક ફરિયાદ નોંધાઇ હતી
પરિવારને ઘટનાની જાણ થતાં સમગ્ર મામલે મૃતકની હત્યા થઈ હોવાનું પરિવારે આક્ષેપ કર્યો હતો ઉપરાંત મરણ જનાર સંજયભાઈને લઈ જનાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા પરિજનોને માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો ત્યારે રાજપીપલા જિલ્લા પોલીસ મથકે ગ્રામજનોના ટોળાં ભેગા થયા હતા બીજા દિવસે ૨૫.૦૯.૨૪ ના રોજ સવારે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાને ઘટનાની જાણ થતા તેઓ રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા તેઓએ પરિવાર સાથે મળીને ઘટનાની માહિતી મેળવી હતી ઉપરાંત તપાસ કરતા પોલીસ અધિકારીઓ સાથે પણ વિસ્તૃત ચર્ચાઓ કરી હતી ત્યારે પોલીસે નિષ્પક્ષ તપાસની બાહેધરી આપી હતી ઉપરાંત પેનલ પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ચૈતર વસાવાએ મધ્યસ્થી કરતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો અને અંતિમ ક્રિયા માટે લઈ ગયા હતા
સમગ્ર મામલે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈત્ર વસાવા એ જણાવ્યું હતું કે સંજયભાઈ ના પરિવારનું આક્ષેપ હતો કે એમની સાથે કોઈ અણ બનાવ બન્યો હશે તેના કારણે તેમનું મોત થયું છે નહીં કે અકસ્માતના કારણે ત્યારે ઘટનાની તટસ્થ તપાસ થાય તે માટે પોલીસ અધિકારીઓ સાથે વાત કરી છે પોલીસ દ્વારા ન્યાયિક તપાસની બાહેધરી આપવામાં આવી છે ઉપરાંત જો કોઈ અણબનાવ બન્યો હશે એવા કોઈ પુરાવા મળશે તો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું પરિવારને પોલીસ દ્વારા યોગ્ય માહિતી નહિ આપતા મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી પરંતુ અમારી સાથે પરિવારના સભ્યો સાથે પોલીસે સંકલન કરી માહિતી આપી છે અને પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે