NANDODNARMADA

NANDOD: નર્મદાના પૂરમાં થયેલ નુકસાની બાદ સરકારે જાહેર કરેલ રાહત પેકેજથી નર્મદા જિલ્લાના ખેડૂતોમાં રોષ 

નર્મદાના પૂરમાં થયેલ નુકસાની બાદ સરકારે જાહેર કરેલ રાહત પેકેજથી નર્મદા જિલ્લાના ખેડૂતોમાં રોષ

પાક નુકસાનીનું યોગ્ય સર્વે કરાવી હેક્ટર દીઠ એક લાખ રૂપિયા ચૂકવવા નર્મદા જિલ્લાના ખેડૂતોની માંગ

જુનેદ ખત્રી :  રાજપીપળા

નર્મદા ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે નર્મદા કાંઠાના વિસ્તારોમાં પૂર આવવાથી ભારે તારાથી સર્જાઇ હતી ખેડૂતોના ઉભા પાક ધોવાઈ જવાથી ખેડૂતો પાય માલ બન્યા છે સરકારે ખેડૂતોના નુકસાની બાદ નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લા માટે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે પરંતુ ખેડૂતો આનાથી ખુશ નથી

નર્મદા જિલ્લાના ખેડૂતોએ આજે કલેકટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ખેડૂતોએ નુકસાની પેટે યોગ્ય સર્વે કરાવી અને નુકશાનનું સો ટકા વળતર આપવા માટે માંગ કરી છે ઉપરાંત ખેડૂતોને લોન માફ કરવી ઉપરાંત પાંચ લાખની વગર વ્યાજે લોન આપવી નર્મદા ઓથોરિટી કોઈનો પણ જન્મદિવસની ઉજવણી માટે નર્મદાના વધામણા નહીં કરે તેવી બાહેધરી આપવી ખેત મજૂરોના કાચા મકાન પડી ગયા છે જેનું વળતર ચૂકવવું ઉપરાંત તારીખ ૧૭ સપ્ટેમ્બર ને કાળો દિવસ ઘોજરો દિવસ તરીકે ઉજવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે

ખેડૂતોએ આપેલ આવેદનમાં જે પ્રમાણે વળતરની માંગ કરી છે તેમાં કેળા, પપૈયા જેવા ઉભા પાક માટે એક લાખ રૂપિયા, કપાસ તુવર શેરડી માટે ૫૦ હજાર રૂપિયા ઝટકા મશીન ૧૦ હજાર રૂપિયા દ્વીપ પાઇપો ૫૦ હજાર રૂપિયા, બોરવેલ સ્ટાર્ટર પાંચ હજાર રૂપિયા તેમજ ટ્રેકટર સર્વિસ કરાવવા ૨૫ હજાર રૂપિયા મળી કુલ ૨.૧૩ લાખ ની સહાય આપવા માંગ કરી છે

બોક્ષ…

નર્મદા માં પૂરના વિનાશને દશ દિવસ થયા છતાં હજુ સર્વેની કામગીરી શરૂ થઈ નથી…

આવેદન પત્ર આપવા આવેલા નર્મદા જિલ્લાના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે પૂરની હોનારત થઈ દશ દિવસ વીતી ગયા છે છતાં પણ સરકારી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું સર્વેની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવી નથી ત્યારે વહેલી તકે સર્વે કરીને ખેડૂતોને પોતાની નુકસાનીનું સો ટકા વળતર મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!