BANASKANTHAPALANPUR

રસાણા નાના પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.

6 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

રસાણા નાના પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી થી માંડીને ધોરણ 8ના બાળકો દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.ભારતીય સંસ્કૃતિ મુજબ મનુષ્ય જન્મ ધારણ કરે છે ત્યારે પ્રથમ ગુરુ માતા-પિતા હોય છે. ત્યારબાદ શિક્ષક અક્ષરજ્ઞાન દ્વારા કેળવણી આપે છે. ત્યારબાદ આધ્યત્મિક ગુરુ મંત્ર આપી મોક્ષ પ્રાપ્તિ નો માર્ગ બતાવે છે.જીવનમાં આધ્યાત્મિક માર્ગમાં જે મોક્ષનો માર્ગ બતાવે અને માર્ગદર્શન આપે તે પૂર્ણ ગુરુ કહેવાય છે. આપ્રસંગે શાળાના ઉત્સાહી તથા ઇનોવેટીવ શિક્ષક તથા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત વિજેતા પ્રકાશભાઈ સોલંકીએ જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. માતા-પિતા, ગુરુજીને આદર સત્કાર આપવો તથા ઘડપણમાં માતા-પિતાની સેવા કરી તેમનું ઋણ ચૂકવવા પ્રયત્ન કરવો જોઈએ. આપણા ધર્મ શાસ્ત્રોમાં પણ ગુરુ મહિમાનું ખૂબ જ વર્ણન કરવામાં આવેલ છે. ગુરુ વિના જ્ઞાન મળતું નથી. ગુરુજીનું સ્થાન ગોવિંદ કરતાં પણ વિશેષ દર્શાવેલ છે. કારણ કે તેમના માધ્યમથી જ પ્રભુને પામી શકાય છે. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ દેસાઈ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતાં. શાળાના સૌ બાળકોએ ગુરુ વંદના કરી ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.બધાએ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિનોદ બાંડીવાળા એ જણાવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!