NANDODNARMADA

NARMADA: સેલંબા દુકાનોમાં આગચંપી અને લૂંટ મચાવનાર તોફાની તત્વો સામે પોલીસ મથકમાં ફરિયાદ કરનારને જાનથી મરીનાખવાની ધમકી મળી

સેલંબા દુકાનોમાં આગચંપી અને લૂંટ મચાવનાર તોફાની તત્વો સામે પોલીસ મથકમાં ફરિયાદ કરનારને જાનથી મરીનાખવાની ધમકી મળી

 

અજાણ્યા મોબાઈલ ઉપરથી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના છેવાડાના ગામ સિલંબામાં બજરંગ દળની શોર્ય યાત્રા દરમિયાન બે કોમ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો અને પત્થરબાજો સામે કાર્યવાહી હાથ ધરી હતી

 

આ ઘટનામાં કેટલાક ઉપદ્રવી તત્વો દ્વારા મુસ્લિમ સમાજની દુકાનોમાં લૂંટ ચલાવી હતી અને દુકાનોને આગ લગાવી હતી ત્યારે એક ફરિયાદી દ્વારા સાગબારા પોલીસ મથકમાં આવા તોફાની તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી ત્યારે ૦૬.૧૦.૨૩ ના રોજ કોઈ અજાણ્યા ઇસમે ફરિયાદી મહંમદ વસીમ શેખને ફોન કરી “પોલીસ મથકમાં આપેલ અરજી માંથી નામ કઢાવી નાખજે તારું મર્ડર કરવા મને સોપારી આપી છે જાનથી મારી નાખીશ ” તેમ ધમકી આપતા ફરિયાદી એ આ બાબતે ધમકી આપનાર વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મદદ માંગી છે ત્યારે આરોપીઓમાં પોલીસનો ભય રહ્યો નથી તેમ લાગી રહ્યું છે પોલીસ સત્વરે તોફાનમાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!