નર્મદા : આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના ડેડીયાપાડા તા.પં. પ્રમુખ વચ્ચે બબાલ મામલો પોલીસ મથકે પહોંચ્યો
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે કથિત મારપીટના આરોપમાં પોલીસે ધરપકડ કર્યા અને રાજપીપળા એલસીબી ઓફિસ ખાતે લઈ આવામાં આવ્યા
ત્યારબાદ તેમના સમર્થકોમાં ઉકળતા ચરુ જેવો માહોલ જોવા મળ્યો રાજપીપળા ક્રાઇમબ્રાંચ કચેરી ફરતે પોલીસની કિલ્લેબંધી કરી દેવાઈ છતાં ચૈતર વસાવાના પત્ની, આપના નેતાઓ સહિત તેમના સમર્થકો ક્રાઇમબ્રાંચ કચેરી બહાર જમા થયા અને પોલીસ સામે રોષ ઠાલવ્યો
તેઓની માંગ હતી કે એક ધારાસભ્ય ને પોલીસ કઈ રીતે એરેસ્ટ કરી શકે. ?? તેમની સામે કયા પ્રકારના ગુના દાખલ થયા છે ??? અને પરિવાર સાથે તેમને મળવા દેવામાં કેમ નથી આવતા?? આજ સવાલો સાથે રોષ વ્યક્ત કરતા આપ કાર્યકરો ચૈતર વસાવાના સમર્થકો એ ક્રાઇમબ્રાંચ કચેરી બહાર હલ્લાબોલ કર્યો મોડી રાત સુધી તેઓ એક ના બે નહીં થયા અને કચેરી બહાર અડ્યા હતા
જોકે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કથિત રીતે મારામારી તેમજ મહિલાઓ ને અપશબ્દો બોલવા સહિતના ગુનાહ દાખલ કરવામાં આવ્યા છે જેમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૦૯(૧), ૭૯, ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૩), ૩૫૨, ૩૨૪(૩) કલમો નો સમાવેશ થયો હોય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે
જોકે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વિરુદ્ધ તેઓની ફેંટ પકડી ધમકી આપી હોવાની કથિત ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે ત્યારે પોલીસ દ્વારા ભાજપના હોદ્દેદાર ની ધરપકડ કેમ નથી કરાઈ તે અંગે પણ ચૈતર વસાવાના સમર્થકો આક્રોશ ઠાલવી રહ્યા છે તેમજ ચૈતર વસાવાએ મનરેગા કોભાંડ ખુલ્લું પાડી ભાજપના મોટા ગજના નેતાઓને પોલીસ મથકના પગથિયાં બતાવ્યા તેથી તેમની સાથે કિન્નાખોરી રાખી સરકાર ધારાસભ્યને કાયદાની જાળમાં ફસાવવા પ્રયાસ કરી રહી છે તેવી લોક ચર્ચાઓ એ જોર પકડ્યું છે જોકે હાલ તો ડેડીયાપાડા ના આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે આવનાર સમય માં આ ઘટના કઈ દિશામાં જાય છે એ જોવું રહ્યું



