
નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ મહેસુલ અધિકારીઓની બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી
રાજપીપળા : જુનેદ ખત્રી
જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા જિલ્લાના મહેસુલ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જિલ્લાની મહેસુલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મહેસુલી તેમજ લોકહિતની કામગીરી માટે જરુરી માર્ગદર્શન આપ્યું હતું.
મહેસુલી કામગીરીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આવેલી નાંદોદ તાલુકાની વડીયા, ગરૂડેશ્વર તાલુકાની ગોરા, તિલકવાડા તાલુકાની ભાદરવા ગ્રામ પંચાયતોની મુલાકાત લઇને લોકોની રજુઆતો સાંભળી હતી. આ મુલાકાત વેળાએ ગ્રામ પંચાયતમાં તલાટીના દફ્તર તેમજ કામગીરીનું નીરીક્ષણ કરી રેકર્ડ અપડેશન તથા મહેસુલી વસુલાત માટે જરુરી સૂચનાઓ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરની સૂચનાથી પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તથા સર્કલ ઓફિસર દ્વારા પણ ત્રણ – ત્રણ ગામોની પ્રત્યક્ષ મુલાકાત કરી લોકસંવાદ દ્વારા સ્થાનિક પ્રશ્નોની જાણકારી મેળવવામાં આવી હતી.



