NANDODNARMADA

નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી દ્વારા નર્મદા પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરી ચાર ઘાટ પર રૂબરૂ મુલાકાત લીધી

નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી દ્વારા નર્મદા પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરી ચાર ઘાટ પર રૂબરૂ મુલાકાત લીધી

 

 

મંડપ, છાંયડો, પંખા, બેરીકેટિંગ, ચેન્જિંગ રૂમ, સ્નાન સુવિધા, ટોયલેટ, નાવડી, લાઇટિંગ, સાઈન બોર્ડ માઇક એનાઉસીંગ અને કંટ્રોલરૂમ, આરોગ્ય, પાણી, સલામતીની કરાયેલી વ્યવસ્થા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, કીડી-મકોડી ઘાટ થી નર્મદા પરિક્રમાનો પ્રારંભ આજથી કરવામાં આવશે. જે પરિક્રમા એક મહિના સુધી ચાલશે. વહેલી સવારે ૪:૦૦ કલાકે પ્રાતઃકાળે દીપ પ્રાગટ્ય કરી નર્મદા પુત્ર સાવરીયા મહારાજ અને સાધુ સંતો, આશ્રમવાસીઓ, અગ્રણીઓ, પરિક્રમાવાસીઓની ટુકડી દ્વારા રણછોડરાયના મંદિરે દર્શન કરીને યાત્રાની શરૂઆત કરશે.

આ ૧૪ કિ.મી.ની યાત્રાના પ્રારંભ પૂર્વે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી દ્વારા સમગ્ર પરિક્રમા રૂટનું જાત નિરીક્ષણ કરીને પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું અને બોટ જેટી, ડોમ, પંખા, લાઈટ, બેરીકેટિંગ, પાણીની સુવિધા અને બીજી ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા નિહાળીને અમલીકરણ અધિકારી અને એજન્સીના માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ કરી પરિક્રમા પ્રારંભ પૂર્વે પૂર્ણ કરી લેવામાં આવી છે આ મુલાકાત વેળાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે. ઉંધાડ, નર્મદા પરિક્રમાના નોડલ અધિકારીશ્રી જે. કે. જાદવ અને વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જિલ્લા કલેક્ટરએ ચાર ઘાટ, રામપુરા, શહેરાવ, રેંગણ, કીડી-મકોડી ઘાટનું નિરીક્ષણ કરી શહેરાવ ઘાટ પાસે હંગામી કાચો બ્રિજ બનાવ્યો છે જેની માહિતી સિંચાઈ વિભાગના અધિકારી પાસેથી મેળવી હતી અને પરિક્રમાવાસીઓને ક્યાંય કોઈ તકલીફ ન પડે યાત્રા સુચારૂં રીતે પ્રારંભ થાય અને એક મહિના સુધી ચાલશે ત્યાં સુધી સૌએ પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા પણ સૂચના આપી હતી.

યાત્રાધામ બોર્ડ પરિક્રમાવાસીઓની સેવામાં ખડેપગે

 

નર્મદા પરિક્રમાવાસીઓની આસ્થા-શ્રધ્ધાને ધ્યાને રાખીને માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તેમજ માર્ગદર્શન હેઠળ બોર્ડ દ્વારા અનેકવિધ હંગામી સુવિધાઓ પરિક્રમામાં ઊભી કરાઈ છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલ છે. બોર્ડ દ્વારા આ તમામ ઘાટો પર મોટી સાઇઝના મંડપો, ખુરશી, બેરીકેડિંગ, લાઇટિંગ, ટૉયલેટ બ્લૉક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ માટે મંડપ, પીવાના પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા, ચેતવણી બોર્ડ, ડી. જી. સેટ, સાઇનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, વૉચ ટાવર, ફૂડ સ્ટોલ તથા સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેવી જ રીતે સમગ્ર પરિક્રમા માર્ગ પર લાઇટિંગ, સાઇનેજિસ, કચરાપેટી, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ટૉયલેટ યુનિટ, ઇમર્જન્સી કામગીરી માટે જેસીબી, હિટાચી, ક્રેન, દોરડા જેવી મશીનરી તથા વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!