નર્મદા જિલ્લામાં ખડખડ વહેતી માઁ નર્મદા,ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થતા આહલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા
નર્મદા જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો
રાજપીપલા : જુનેદ ખત્રી
ગત 10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેડ પાવરહાઉસ શરૂ કર્યા બાદ 11 ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 135.03 મીટર અને દરવાજા ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસના તમામ 6 યુનિટ ચલાવી 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરીને લગભગ 93,543 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.સ્ટેચ્યું ઓફ યુનિટી એકતા નગર ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બની રહ્યો છે.