
વિજાપુર તાલુકા પંચાયત ની ખાલી પડેલી કુકરવાડા ની બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ની કુકરવાડા ની બેઠક ઉપર ભાજપના સદસ્ય અને તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ સ્વ ભાવિક ભાઈ પટેલ ના નિધન બાદ ખાલી પડેલી બેઠક ની પેટા ચૂંટણી જાહેર થતા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શૈલેષ સિંહ બારીયા સમક્ષ કુકરવાડના ભાજપના કાર્યકર ચેતનભાઈ લક્ષ્મણ ભાઈ પટેલે ચૂંટણી મા પોતાની ઉમેદવારી ફોર્મ ભરી મામલતદાર સમક્ષ રજૂ કર્યું હતુ. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય રમણ ભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે રમણભાઈ પટેલે જણાવ્યું હતુ કે ભાજપના ઉમેદવાર ચેતન પટેલ ને કુકરવાડા ની આ બેઠક ની આ પેટા ચૂંટણી મા જીત માટે ભાજપના કાર્યકરો એક થઈને લડવા ના છે અને મોટી લીડ સાથે જીતવા ના છે એવી આશા વ્યક્ત કરી હતી. કુકરવાડા ભાજપના ઉમેદવાર ચેતન ભાઈ પટેલે ઉમેદવારી પત્ર માટે પૂર્વ પ્રમુખ સદસ્ય સ્વ ભાવિક ભાઈ પટેલ ના ઘેર થી આર્શીવાદ મેળવી મામલતદાર કચેરી ખાતે જઈ ને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતુ.




