NANDODNARMADA

નર્મદા : ઓડિશાના ગવર્નર ડો. હરિ બાબુ કંભમપતિએ એકતાનગર સ્થિત મિયાવાકી ફોરેસ્ટ અને સરદાર સરોવર નર્મદા ડેમ ની મુલાકાત લીધી

નર્મદા : ઓડિશાના ગવર્નર ડો. હરિ બાબુ કંભમપતિએ એકતાનગર સ્થિત મિયાવાકી ફોરેસ્ટ અને સરદાર સરોવર નર્મદા ડેમ ની મુલાકાત લીધી

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારત પર્વ 2025 કાર્યક્રમમાં સહભાગી થતાં ઓડિશાના માનનીય ગવર્નર ડો. હરિ બાબુ કંભમપતિએ વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા મિયાવાકી ફોરેસ્ટ અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃતિક સંસાધનોના સંવર્ધન તેમજ લોકો દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે હાથ ધરાયેલા વિવિધ પ્રકલ્પોની મુલાકાત દરમિયાન SoU ના ગાઈડમિત્ર પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

 

પરિવાર સાથે એકતાનગર પધારેલા ઓડિશાના માનનીય ગવર્નર ડો. હરિ બાબુ કંભમપતિ સાથે ઓડિશા વિધાનસભાના સ્પિકર સુરમા પાધી પણ જોડાયા હતાં.

 

ઓડિશાના ગવર્નર ડો. હરિ બાબુ કંભમપતિ એકતાનગરના સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા સહિતના અધિકારીઓએ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.

Back to top button
error: Content is protected !!