
NND ન્યૂઝ નેટવર્ક દ્વારા નર્મદા જિલ્લા માં સારી કામગીરી કરનારા 80થી વધુ શ્રેષ્ઠિઓ નું “નર્મદા રત્ન એવોર્ડ “એનાયત કરાયા
સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડા, પદાધિકારીઓની ઉપસ્થિતિ માં એવોર્ડ અપાયા
રાજપીપલા : જુનેદ ખત્રી
સુરક્ષા સેતુ સોસાયટી, નર્મદા પોલીસલક્ષમ હોન્ડા રાજપીપળા, સ્વ.અલ્કેશસિંહ જે.ગોહિલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે NMD ના આયોજકો દ્વારા આયોજિત રાજપીપલા સરદાર ટાઉનહોલમાં નર્મદા જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ,વિવિધ સંસ્થાઓ તેમજ વ્યક્તિગત રીતે વિશિષ્ટ સમાજ ઉપયોગી કામગીરી કરનાર નર્મદા જીલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને જિલ્લાનું ગૌરવ વધારી અન્યને પ્રેરણા આપનાર શ્રેષ્ઠિઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો.જેમાં 80 જેટલા શ્રેષ્ઠિઓ ને નર્મદા રત્ન એવોર્ડ 2024 એનાયત, શાલ ઓઢાડી, પુષ્પ ગુચ્છ એનાયત કરી સન્માનિત કર્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે,ધારાસભ્ય ચૈતર વસાવા, પૂ.જયદેવ શાસ્ત્રીજી,ની ઉપસ્થિતી માં NMD ચેનલ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું સાંસદ મનસુખ વસાવા એ નર્મદા જિલ્લા માં શિક્ષણ વધુ ઉપરલાવની વાત કરી જ્યારે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ નર્મદા એવોર્ડ થી જે લોકો સન્માનિત થયા એમને ભારત રત્ન સુધી પહોંચે એવા અભિનંદન આપ્યા



