સ્પર્ધાત્મક પરીક્ષા અંગે જામનગર પોલીસ દ્વારા સઘન માર્ગદર્શન

*જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડ કવાટર્સના તાલીમ ભવનમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો*
*યુપીએસસી-જીપીએસસી-સીસીઇ- પીએસઆઇ અને કોન્સ્ટેબલ વગેરે પરીક્ષાની તૈયારી માટે ૭૦૦ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું*
જામનગર (નયના દવે)
જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ગઈકાલે સવારે ૧૦.૩૦ વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટર માં આવેલા પોલીસ તાલીમ ભવનમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર અને આસપાસના વિસ્તારના ૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા, અને માર્ગદર્શન મેળવ્યું હતું.
રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) વી.કે, પંડયા ના માર્ગદર્શન હેઠળ તેમજ સુરક્ષા સેતુ જામનગર પોલીસ અંતર્ગત ગઈકાલે તા.૧૨.૦૭.૨૦૨૪ ના રોજ જામનગર જિલ્લા ના પોલીસ હેડ ક્વાર્ટર માં આવેલા પોલીસ તાલીમ ભવનમાં જામનગર પોલીસ દ્વારા યુપીએસસી- જીપીએસસી- સીસીઇ- પીએસઆઇ અને કોન્સ્ટેબલ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનું માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનાર માં જામનગર શહેર તેમજ આસપાસ ના ગ્રામ્ય વિસ્તારમાંથી આશરે ૭૦૦ જેટલા વિધાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું.
જેમાં આવી તમામ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? કેટલા ભાગમાં હોય? કયા કયા વિષયો હોય? શું માર્કિંગ પેટર્ન હોય? કેવા પ્રશ્નો પૂછાય છે.? ઇન્ટરવ્યૂ માં કેવા પ્રશ્નો પુછાય, જાતે તૈયારી કરવી કે કોચિંગ માધ્યમ થી કરવી, અને લાઈબ્રેરી નો ઉપયોગ આ તૈયારી મા કેવી રીતે મદદરૂપ થઇ શકે, સાથોસાથ આ તૈયારી કોલેજ કાળ દરમ્યાન કરવી કે કોલેજ પૂરી કર્યા બાદ તથા કોઇ પણ જોબ ની સાથે અને ખાસ મેરીડવુમન માટે પણ આ તૈયારી કરવી તો કેવી રીતે કરવી એમ તમામ નાના-મોટા મુંજવતા પ્રશ્નો બાબતે ૩૬૦ ડિગ્રી નું માર્ગદર્શન અપાયું હતું.
જેથી વધુને વધુ વિધાર્થીઓ મકકમતાથી પોતાના જીવનમાં એક સારા સરકારી અધિકારી / સરકારી નોકરી હાંસીલ કરવાનું સપનું સાકાર કરે એ રીત નું તમામ માર્ગદર્શન જામનગર જિલ્લાના પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું.
જે માર્ગદર્શન જામનગરના પોલીસ વિભાગના પ્રો.નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા, નાયબ પોલીસ અધિક્ષક વી.કે.પંડયા, પો.સબ.ઈન્સ એમ.ટી.પરમાર, પો.સબ.ઈન્સ એમ.જે.મોઢવાડીયા પો.સબ.ઈન્સ વી.બી.બરબસીયા વગેરે દ્વારા અપાયું હતું . જ્યારે એ.એસ.આઈ. નાનજીભાઈ એચ. વાઘેલા, પો.હેડ.કોન્સ જયેશભાઈ.ઓ.ભીમાણી, પો.હેડ.કોન્સ વિજયસિંહ.બી.જાડેજા, પો.હેડ.કોન્સ રમેશભાઈ.આર. બાવળીયા તેમજ સુરક્ષા સેતુના કર્મચારીઓ મદદમાં જોડાયા હતા.






