આમોદમાં લક્ઝરી બસ-રિક્ષા વચ્ચે અકસ્માત:રિક્ષા ચાલક એહમદ બામિયાનું ઘટનાસ્થળે મોત, 3ને ઈજા, ઈજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા


સમીર પટેલ, ભરૂચ
આમોદમાં એક લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં રિક્ષા ચાલકનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ પણ જ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડ્યા હતા.આમોદ પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે.
આમોદમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમાં લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક એહમદ બામિયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો અને સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે.



