
21 ઓગષ્ટે રાજપીપળા બંધ !?? સફેદ ટાવર ખાતે આદિવાસી સમાજ દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યા.
રાજપીપલા : જુનેદ ખત્રી
આવતીકાલે આદિવાસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને લઈને નર્મદા જિલ્લાના દરેક તાલુકાઓમાં બંધના બોર્ડ લગાવવામાં આવ્યા છે
રાજપીપળાના મધ્યમાં આવેલ સફેદ ટાવર વિસ્તારમાં પણ આદિવાસી સમાજ દ્વારા ૨૧ ઓગષ્ટે ભારત બંધ નું બોર્ડ લગાવાયું છે વેપારીઓ ને બંધમાં જોડાવા અપીલ કરાઇ છે
રાજપીપળામાં સફેદ ટાવર શાક માર્કેટ, અને મોટા મોટા માછી વાડ ગેટ તમામ વિસ્તારમાં આવતીકાલે બંધ રહેશે તેવા બોર્ડ મારવામાં આવ્યા છે રાજપીપળા અને જાહેર જનતા અને વેપારીને જણાવવાનું કે બુધવારે રોજ તારીખ 21/8/2024, ST/SC સમુદાય દ્વારા સંવિધાન બચાવ આરક્ષણ બચાવો જે માટે એલાન આપવામાં આવ્યું છે જેને સમર્થન આપવા બજાર બંધ રાખવા આહવાન કરવામાં આવ્યું છે.


