GUJARATJAMNAGAR CITY/ TALUKO

શોભાયાત્રામાં મટકી ફોડ અને આનંદ ઉલ્લાસ

જામનગરમાં જન્માષ્ટમીની 19મી સાર્વજનિક શોભાયાત્રા ઠેર ઠેર મટકીફોડ સ્વાગતના કાર્યક્રમો સાથે સંપન્ન

 

જામનગર (ભરત ભોગાયતા)

 

છોટીકાશી ગણાતા જામનગરમાં 16, ઓગસ્ટ,2025ના શનિવારે ભારે ઉત્સાહ સાથે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની 19મી સાર્વજનિક શોભાયાત્રા નીકળી હતી.

જામનગરમાં નીકળેલી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રામાં કૃષ્ણ ભક્તો 25થી વધુ ફ્લોટ્સો સાથે જોડાયા હતા. અને ઠેર ઠેર હવાઈ ચોકથી લઇ સમગ્ર રૂટ દરમિયાન 19થી વધુ જગ્યાએ મટકી ફોડ અને સાર્વજનિક શોભાયાત્રા નું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
જામનગરમાં નિકળેલી 19મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રાના પ્રારંભે શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માંચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ .શ્રી 108 લક્ષ્મણદેવજી મહારાજ, રાધાકૃષ્ણ વાળા હરિ બાપુ, જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના વિશેષ સંપર્ક સંયોજક ભરતભાઈ ડાંગરીયા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ તારપરા, શહેર અધ્યક્ષ વિજયભાઈ બાબરીયા, ઉપાધ્યક્ષ હેમતસિંહ જાડેજા, મંત્રી રસિકભાઈ અમરેલીયા, હવાઈચોક મિત્ર મંડળના મનીષભાઈ કનખરા, ડી.જી.પી. જમનભાઈ ભંડેરી, ભાણજીભાઈ પાંભર, વશરામભાઈ ચોવટિયા સહિતના મહાનુભાવોના હસ્તે સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પ્રહ્લાદ શાસ્ત્રીજીએ શાસ્ત્રોત મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન અર્ચન કરી વિશિષ્ટ રથમાં વાજતે-ગાજતે પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ ના કોર સમિતિના પ્રો. દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભરતભાઈ ડાંગરિયા, ભીમશીભાઈ પિઠીયા, કિશનભાઇ વસરા, હેમતસિંહ જાડેજા, મુકેશભાઈ પટેલ સહિતની ટીમના અથાગ પ્રયત્ન બાદ 25થી વધુ ધાર્મિક ફ્લોટ્સ પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા. જેમાં લોકોએ ભક્તિ સાથે સ્વયંભૂ કૃષ્ણમયી બની શોભાયાત્રામાં જોડાયા હતા. આ વર્ષે ખાસ બજરંગ દળના 35 જેટલા યુવાનોએ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી ડમરુ અને બેન્ડ, ઝાંઝ, પખાલ સાથે ભારે જમાવટ કરી હતી.
જામનગરમાં 16 ઓગસ્ટ, 2025ના શનિવારે સવારે 9:30 કલાકે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસરે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રાના ખાસ તૈયાર કરાયેલા મુખ્ય રથમાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાની શાસ્ત્રોત વિધિથી ઉપસ્થિત સંતો મહંતો અને અગ્રણીઓ દ્વારા પૂજા અર્ચના કરાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અને ખીજડા મંદિરથી શોભાયાત્રાનું વિધિવત પ્રસ્થાન થયા બાદ હવાઈ ચોકમાં ધર્મ ધજા લહેરાવી મટકી ફોડ બાદ આ શોભાયાત્રામાં સમેલિત 25થી વધુ વિવિધ ધાર્મિક ફ્લોટસ સાથે જામનગરના રાજમાર્ગો પર જોવા મળ્યા હતા.
જામનગરમાં નીકળેલી 19મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં શ્રી ૫ નવતનપુરી ધામ-ખીજડા મંદિર ટ્રસ્ટ, શ્રી આણદાબાવા સેવા સંસ્થા, મોટી હવેલી- વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ, શ્રી ગાયત્રી શક્તિ પીઠ, ખોડલધામ, વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ, ઓમ યુવક મંડળ, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, હરિદાસ (બાબુભાઈ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ સેવા સમાજ, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી, આહીર સમાજ સહિતની સંસ્થાઓ પ્રતિનિધિઓ દ્વારા પોતાના ધાર્મિક ફ્લોટસો સાથે શોભાયાત્રામાં જોડાયા હતા.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિર ખાતેથી પ્રસ્થાન કરી હવાઈ ચોક પહોંચી જ્યાં ધર્મ ધજા લહેરાવામાં આવી હતી અને હવાઈ ચોક મિત્ર મંડળના મનીષભાઈ કનખરા અને તેની ટીમ દ્વારા સ્વાગત કરી મટકી ફોડ કરવામાં આવ્યું હતું. ત્યાંથી અવેડિયા મામાના મંદિર નજીક આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના, જામનગર દ્વારા મટકીફોડ કરી ત્યાંથી ચાકડા મંદિર પીપળેશ્વર મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ – સ્વાગત કરાયું હતું, ત્યાંથી સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા મટકી ફોડ કરાયું હતું. ત્યાંથી બર્ધન ચોક અને દરબારગઢ વિસ્તારમાં સિંધી વેપારી મંડળના કમલેશભાઈ, ભોલાભાઈ અને સિંધી વેપારી એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી અને ડ્રાય ફુટ વાળા દૂધની પ્રસાદ વિતરણ કરવામાં આવી હતી. ત્યાંથી દરબારગઢ વિસ્તારમાં પણ વિરાટ બજરંગદળ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યાંથી મુખ્ય પોસ્ટ ઓફિસ પાસે મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો, બાદમાં ચાંદી બજારમાં જામનગર વેપારી મહામંડળના સુરેશભાઈ તન્ના અને તેમની ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. ત્યાંથી ગણેશ ફળી- પ્રાણનાથ મેડી મંદિર પાસે સાર્વજનિક શોભાયાત્રા નું સ્વાગત કરી મટકીફોડ કરાયું હતું અને ત્યાંથી શોભાયાત્રા પ્રસ્થાન કરી સજુબા સ્કૂલ વિસ્તારમાં પહોંચી જ્યાં પણ મટકી ફોડ કરાયું. ત્યાંથી જૂની દિપક ટૉકીઝ પાસે સ્થાનિકો દ્વારા મટકી ફોડ કરાયું હતું. ત્યાંથી પંજાબ નેશનલ બેંક પાસે પુરબીયા રાજપુત સમાજ દ્વારા મટકી ફોડ, પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. ત્યાંથી વેસ્ટ ઇન્ડિયા, ખાદી ભંડાર પાસે યુવા અગ્રણી દેવેનભાઈ જોશી દ્વારા મટકી ફોડ તેમજ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર પાસે પરમાનંદ સ્ટીલ પાસે પૂ. શ્રી ગુરુ સુખરામદાસ મસંદ (રોહડીવાળા) મંદિર, સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રસાદ વિતરણ કરાયું. ત્યાંથી બેડી ગેઈટ વિસ્તારમાં શોભાયાત્રા પહોંચી ત્યાં સ્વામિનારાયણ મંદિરના કોઠારી કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ દ્વારા સ્વાગત કરાયું હતું ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત મટકી ફોડ થયું. ત્યાંથી ઇન્દ્રપ્રસ્થ પાસે મટકી ફોડવામાં આવી હતી બાદમાં પંચેશ્વર ટાવર પાસે જામનગર ભરવાડ સમાજના કમલેશભાઈ ભરવાડ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ કરવામાં આવી. ત્યારબાદ ભંગાર બજાર તરફ જતા કંદોઈની વાડી પાસે, ગિરનારી પાન પાસે ઉમેશભાઈ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો. અને બાદમાં સત્યનારાયણ મંદિર નજીક આવેલ નરસિંહ મહેતાની પ્રતિમા પાસે શ્રી ખોડલધામ જામનગર જિલ્લા સમિતિ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરી મટકી ફોડ નું આયોજન કરાયું હતું. આમ 19 થી વધુ જાહેર સ્થળો પર મટકી ફોડ અને સ્વાગતના કાર્યક્રમો યોજાયા હતા.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓના સંકલનથી શ્રીકૃષ્ણ જન્મની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિરેથી નીકળી શહેરના નિર્ધારિત રૂટ પર થી ફરી હવાઈ ચોક શોભાયાત્રા સંપન્ન થઈ. જ્યાં શોભાયાત્રામાં સંમેલિત ધર્મ પ્રેમીઓ રાસ ગરબા યોજી શ્રી કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા હતા.

Back to top button
error: Content is protected !!