DEDIAPADANARMADA

ડેડીયાપાડાના ઓલગામ પાસે ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતાં એક વર્ષીય બાળકનું મોત

ડેડીયાપાડાના ઓલગામ પાસે ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતાં એક વર્ષીય બાળકનું મોત

રાજપીપલા: જુનેદ ખત્રી

દેડિયાપાડાના ઓલગામ ગામની સીમમાં માચ ચોકડીથી શંભુનગર તરફ ઓલગામ ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ વળાંકમાં ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતાં એક વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે અન્ય બે ને ઇજાઓ થવા પામી છે

પ્રાપ્ત માહિતી મુજબ આરોપી ટાટા ટેલર નં. GJ 06 AZ 5598 ના ચાલકે પોતાના કબજામાંનુ વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટર સાયકલ નં. GJ 22 B 2631 ને પાછળથી ટક્કર મારી એક્સીડન્ટ કરતા મો.સા. ઉપરથી નીચે પડી જતા કિશનભાઇ ગુરજીભાઇ વસાવા નાઓને માથાના ભાગે તેમજ શરીરે ઇજાઓ થઇ હતી તેમજ તેમના પત્ની હંસાબેન કિશનભાઇ વસાવા નાઓને પણ ઇજાઓ થવા પામી હતી ઉપરાંત દંપતીના એક વર્ષીય પુત્ર ધ્રુવકુમાર કિશનભાઇ વસાવાને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે ઘટના બાદ દેડીયાપાડા પોલીસે ટ્રેલર ચાલક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!