BANASKANTHAPALANPUR

રાવલાપુરા ગામના દિવ્યાંગ શિક્ષક જીતેન્દ્ર ચૌધરી એ ગુજરાત સ્ટેટ આર્મ ચેમ્પિયનશીપ માં ગોલ્ડ મેડલ મેળવ્યો

15 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિસનગર તાલુકાના રાવળાપુરા ગામના ચૌધરી જીતેન્દ્રકુમાર બાબુલાલ ખેરાલુ તાલુકાની રામપુરા પ્રા શાળા માં દિવ્યાંગ શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેઓ જુદી જુદી રમતો માં ગોલ્ડ મેડલ મેળવી દેશ ની અંદર ગુજરાત નું નામ રોશન કરેલ છે તાજેતર માં અમદાવાદ ખાતે પેરા આર્મ રેસલીંગ સ્પોર્ટ્સ એસોસિઅન ઓફ ગુજરાત દ્વારા યોજાયેલ સ્ટેટ લેવલ ની 2023 ની ચેમ્પિયનશીપ માં 55 થી 65 કે.જી કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત નું અને મહેસાણા નું ગૌરવ વધાર્યું હતું ચૌધરી જીતેન્દ્ર સાથે ની વાતચીત માં તેમને જણાવ્યું હતું કે આ જીત નો શ્રેય તેમના માતા પિતા એમના પરિવાર તૅમજ તેમના શાળા પરિવાર અને દિવ્યાંગ ફ્રેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ને આપ્યો હતો હવે તેઓ નેશનલ માટે ની તૈયારી કરી દેશ માં ગુજરાત નું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી

Back to top button
error: Content is protected !!