
તિલકવાડા પોસ્ટ ઓફીસ ખાતે આધાર અપડેટ અને ખેડૂત રજીસ્ટ્રેશન માટે વારંવાર ધક્કા ખાવા મજબુર તાલુકાના પ્રજાજનો
તિલકવાડા તાલુકા મથકે આવેલા નગરમાં માત્ર એક પોસ્ટ ઓફીસ ખાતે જ આધાર અપડેટ કેન્દ્ર ચાલે
વસિમ મેમણ / તિલકવાડા
પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા નગર એ તાલુકા મથકે આવેલું ગામ છે અને અહીંયા તમામ સરકારી કચેરીઓ આવેલી છે ત્યારે સરકારી કચેરીમાં મોટે ભાગે આધાર કાર્ડ ની જરૂરિયાત પડતી હોય છે તો હાલ ખેડૂત રજિસ્ટ્રેશન માટે પણ આધાર કાર્ડ ની જરૂરિયાત પડતી હોય છે પરંતુ તિલકવાડા નગરમાં આધાર કાર્ડ અપડેટ માટે માત્ર એક પોસ્ટ ઓફિસ ખાતે કેન્દ્ર ચાલે છે અને અહીંયા આધાર અપડેટ કરવું હોય તો ત્રણ થિ ચાર દિવસ પહેલા નામ લખાવવુ પડે છે જેના કારણે પ્રજાજનો ધર્મના ધક્કા ખાઈને પાછા ફરે છે અને લોકોની કામગીરી અટવાઈ છે એટલે તિલકવાડા ખાતે પોસ્ટ ઓફીસ સાથે બીજા આધાર અપડેટ કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે
જેમકે આપણે સૌ જાણીએ છીએ કે આધાર કાર્ડ એ ભારતના નાગરિકની ઓળખ છે અને કોઈ પણ સરકારી કામગીરીમાં આધાર કાર્ડની ફરજિયાત જરૂરિયાત પડતી હોય છે તો હાલ ગુજરાત સરકાર દ્વારા આધાર કાર્ડ કે વાય સી માટે જાહેરાત કરવામાં આવી છે. તો કેટલાક લોકો ને આધારકાર્ડ માં નામ કે જન્મ તારીખ સુધારવા ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવા માટે ફરજ પડતી હોય છે ત્યારે તિલકવાડા ખાતે માત્ર એક પોસ્ટ ઓફીસ માં સવારે 9 થિ બપોર ના 2 સુધી આધાર અપડેટ ની કામગીરી ચાલે છે. પરંતુ અહીંયા જો આધાર કાર્ડ અપડેટ કરવું હોય તો ત્રણ થિ ચાર દિવસ પહેલા નામ લખાવવું પડે છે જેના કારણે લોકો કામ કાજ છોડી ને વહેલી સવાર થિ જ પોસ્ટ ઓફીસ ની બહાર ઉભા જોવા મળે છે અને કેટલાક લોકો ધરમ ના ધક્કા ખાય ને પરત ફરે છે. જેના કારણે પ્રજાજનો હેરાન પરેશાન છે. એટલે તિલકવાડા ખાતે અગાવ ની જેમ ICDS ઓફીસ ના હોલ ખાતે અને મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે




