
નર્મદા જિલ્લા બાર એસોસિએશન ચૂંટણી માં પ્રમુખ અને સેક્રેટરી બિનહરિફ જ્યારે પ્રમોદ વસાવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા બાર એસોસિએશનની આજ રોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદે કુ. વંદનાબેન ભટ્ટ બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. નોંધપાત્ર છે કે તેઓ છેલ્લા બાર વર્ષથી સતત પ્રમુખ પદે સેવારત રહી બાર એસોસિએશનને માર્ગદર્શન આપી રહ્યા છે તેમજ મંત્રી (Secretary) પદે આદિલ પઠાણની પણ બિન હરીફ નિમણૂક થઈ છે
ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ ૧૩૫ મતદારોમાંથી ૧૧૨ મતદારોએ મતદાન કર્યું હતું. મતગણતરી બાદ ઉમેદવાર અશ્વિન રોહિતને ૪૧ મત જ્યારે પ્રમોદ વસાવાને ૬૯ મત મળ્યા હતા જેથી પ્રમોદભાઈ વસાવાને ઉપપ્રમુખ જાહેર કરાયા હતા
નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા તમામ નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવી તેમને સફળ કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી ચૂંટણી સમગ્ર રીતે શાંતિપૂર્ણ, લોકશાહી ભાવનાથી અને એકતાના માહોલમાં સંપન્ન થઈ હતી.
ચૂંટણી કમિશ્નર તરીકે જાવેદ સૈયદ, ઘનસ્યામ પંચાલ, ચિરાગ મલેક નર્મદા જિલ્લા બાર એસોસિએશન નર્મદા દ્વારા મતદાન કરાવવામાં આવ્યું હતું




