INTERNATIONAL

Asian Games 2023 માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાનું મેડલ પાક્કુ કરી લીધુ, ફાઈનલમાં પહોચી

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાનું મેડલ પાક્કુ કરી લીધુ છે. ભારતીય મહિલા ટીમે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવી ફાઈનલમાં પહોચી ગઈ છે. હવે ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ ગોલ્ડ મેડલમાં મુકાબલો કરશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સેમીફાઈનલમાં ભારતીય મહિલા બોલરોની શાનદાર પરફોર્મન્સ બતાવ્યું હતુ. તેના કારણે બાંગ્લાદેશની ટીમ માત્ર 51 રન પર જ આઉટ થઈ ગયુ હતું. ભારતને જીતવા માટે માત્ર 52 રન કરવાના હતા. ભારતે એક વિકેટ ખોઈ લક્ષ્ય હાસંલ કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે એશિયાઈ રમતોમાં ક્રિકેટને 9 વર્ષ બાદ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા 2010 અને 2014માં એશિયામાં ક્રિકેટ સામેલ હતી. પરંતુ આ બન્ને આયોજનમાં ભારતે પોતાના તરફથી ટીમ કોઈ ટીમ ઉતારી નહોતી.
એશિયન ગેમ્સમાં ક્રિકેટ માટે ભારતનું આ પહેલુ પદક છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય મહિલા બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. અને બાંગ્લાદેશને માત્ર 17.5 ઓવરમાં 51 રન પર આઉટ કરવામાં સફળ રહ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે વિકેટ પૂજા વસ્ત્રાકરે હાસિલ કરી હતી. પૂજા વસ્ત્રાકારે  4 વિકેટ લઈ બાંગ્લાદેશની ટીમની ખરાબ હાલત કરી દીધી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!