NANDODNARMADA

રાજપીપળા : છોટુભાઇ પુરાણી વ્યાયામ શાળામાં રિટાયર્ડ વ્યાયામ શિક્ષકની વિશેષ સેવા, વિનામૂલ્યે આપેછે બાળકોને ટ્રેનિંગ

રાજપીપળા : છોટુભાઇ પુરાણી વ્યાયામ શાળામાં રિટાયર્ડ વ્યાયામ શિક્ષકની વિશેષ સેવા, વિનામૂલ્યે આપેછે બાળકોને ટ્રેનિંગ

 

જુનેદ ખત્રી : રાજપીપળા

 

નર્મદા જિલ્લામાં આવેલી છોટુભાઇ વ્યાયામ શાળામાં આદિવાસી બાળકોને અને નગરજનો માટે નિસ્વાર્થ સેવા કરતાં, આધુનિક સમયમાં જીવનમાં પરિશ્રમ ઘટ્યો છે. ભૌત્તિક સુખ તરફ દોટ મૂકતો માનવી શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય ગુમાવતો થયો છે ત્યારે સમગ્ર વિશ્વમાં અનિયમિત જીવન શૈલીનાં લીધે મેદસ્વીતાનો શિકાર બની રહ્યાં છે. એવાં સમયમાં શ્રી ગૌરીશંકર થકી ખુબ હકારાત્મક કામ થઇ રહ્યું છે. રાજપીપળા ખાતે છોટુભાઇ પુરાણી વ્યાયામ શાળામાં રિટાયર્ડ વ્યાયામ શિક્ષકશ્રી ગૌરીશંકર દવે ૧૯૭૫ થી વિના મુલ્યે જિમ્નાસ્ટિક, યોગ-આસન,કસરતો શિખવાડે છે, રાજપીપળાનાં નગરવાસીઓ લાભ લઇ રહ્યાં છે. એક સર્વે મુજબ દેશ અને ગુજરાતમાં પણ મેદસ્વીતાનું પ્રમાણ ચિંતાજનક રિતે વધી રહ્યું છે. NATIONAL HEALTH SURVEY 2019-2021 મુજબ ભારતમાં એકદંરે ૨૪ ટકા સ્ત્રીઓ અને ૨૩ટકા પુરુષો વધુ વજન ધરાવતાં અથવા મેદસ્વી છે. ગુજરાતનાં આરોગ્ય વિભાગનાં આંકડાઓ અનુસાર રાજ્યમાં આ પ્રમાણમાં સ્ત્રીઓ ૨૨.૬ ટકા અને પુરુષોમાં ૧૯.૯ ટકા જોવા મળ્યું છે.

સ્થૂળતા એટલે કે મેદસ્વિતા માટે જંક ફૂડ, તળેલા ખોરાક, વધુ મીઠાશ અને ફાસ્ટ ફૂડનું વધતુ સેવન એવી અસંતુલિત આહાર આદતો, વ્યાયામ, કસરતનો અભાવ, થાઇરોઈડ અને ડાયાબિટીસ જેવી હોર્મોનલ સમસ્યાઓ, કુટુંબીજનોમાં સ્થૂળતા હોય તો તેની પેઢી દર પેઢી સુધી અસર તથા અનિયમિત અને અપૂરતી ઊંઘ તેમજ માનસિક તણાવ જેવા પરિબળો જવાબદાર છે. આ અંગે કોચ શ્રી ગૌરીશંકર દવેએ જણાવ્યું હતુ કે, સ્થૂળતા-મેદસ્વિતાના નિયંત્રણ અને નિવારણ માટે તાજા શાકભાજી, ફળો, ફાઇબરયુક્ત અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યુ કે, નિયમિત કસરત, યોગ, ચાલવુ-દોડવાથી મેદસ્વિતામાથી છુટકારો મેળવી શકાય છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, દરરોજ ઓછામાં ઓછી સાત-આઠ કલાક ઉંધ લેવી પણ જરૂરી છે. તેમજ ધ્યાન, યોગ અને હળવી પ્રવૃત્તિઓ દ્વારા સ્ટ્રેસ પણ ઘટાડવો જોઈએ. મેદસ્વિતા એ 120 થી ઉપર રોગોને આવકારે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિઝના કહેવા પ્રમાણે ઓબેસિટીના લીધે બાળકોમાં મરણાંકનો દર ૩૩ ટકા સુધી વધી શકે છે. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશને કરેલા રિસર્ચ પ્રમાણે ચીન બાદ ભારતમાં મેદસ્વી બાળકોની સંખ્યા સૌથી વધારે છે. જે રીતે મેદસ્વીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેને જોતાં ભારતમાં મેદસ્વી બાળકોની સંખ્યા વર્ષ ૨૦૩૦ સુધીમાં વધીને ૨૭ મિલ્યનની થઈ જવાનું અનુમાન છે. આવા જ બીજા એક અભ્યાસ પ્રમાણે, છેલ્લાં ૨૦ વર્ષમાં દેશમાંનાં બાળકો અને ટીનએજર્સમાં ઓબેસિટીના પ્રમાણમાં વાર્ષિક ૪.૯૮% ની વૃદ્ધિ થઈ છે.

 

ઓવરવેઇટ અને ઓબેસિટી એ હૅલ્થનો સૌથી મોટામાં મોટો દુશ્મન છે. વધુ ને વધુ લોકોમાં જોવા મળી રહેલી ઓબેસિટીની સમસ્યા આજનો સૌથી મોટામાં મોટો પડકાર છે. જે તમામ રોગ અને બીમારીઓની સીડીનું પ્રથમ પગથિયું છે. ડાયાબિટીસ, બીપી, ઓર્થોપેડિક સમસ્યા, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ, કૅન્સર, સ્ટ્રેસ, માનસિક તણાવ, હાર્ટ ડિઝીસ વગેરે જેવી બીમારીઓને આમંત્રણ આપે છે. આમ તો ઓબેસિટી માટે ઘણાં કારણો જવાબદાર છે પરંતુ સૌથી મુખ્ય કારણ છે, ફિઝિકલ એક્ટિવિટીમાં થઈ રહેલો ઘટાડો. આજે ટૅક્નૉલોજીના સમયમાં બધું હાથવગું થઈ ગયું છે, જેને લીધે ફિઝકલ એક્ટિવિટી ઓલ મોસ્ટ નિયર ટુ ઝીરો થઈ ગઈ છે તો સામે જીભના ચટાકા પણ વધી ગયા છે. આવી સ્થિતિમાં ઓબેસિટીમાંથી કેવી રીતે બચી શકાશે? એ તો આવીને જ રહેશે.’ ફિઝિકલ એક્ટિવિટી એટલે કે આઉટડોર રમતગમત ઘટી ગઈ છે. ટૅક્નૉલોજીનું વળગણ વધ્યું છે, જે તમામ બાબતોને લીધે આ વયજૂથના લોકોમાં ઓબેસિટી વધી છે. વેજિટેબલ્સ, સિ‌રિયલ, આખું ધાન, ફાઇબરયુક્ત પદાર્થ અને ખૂબ પાણી આરોગવું જ જોઈએ. રોજ એક્સરસાઇઝ કરવી જોઈએ. થોડા થોડા સમયની અંદર જગ્યા પરથી ઊભા થઈ જવું જોઈએ. ૨૦૨૦ના અંત સુધીમાં વિશ્વમાં ૧૫૮ મિલયન બાળકો મેદસ્વી બની જવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે જ્યારે ૨૦૩૦ સુધીમાં આ આંકડો ૨૫૪ મિલયન સુધી જવાનું અનુમાન છે.

 

અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ડ્રાયફ્રૂટ્સ છે અને તે વજન જાળવવામાં પણ મદદ કરે છે. તેમાં ઘણા બધા એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે, જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. જોકે અંજીરમાં નેચરલ સુગર હોવાથી, તેને ઓછી માત્રામાં જ ખાવું જોઈએ. વધુ પડતા અંજીર ખાવાથી વજન ઘટાડવાને બદલે વધી શકે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું જોઈએ. અંજીરમાં હાજર કોપર, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ચયાપચય વધારવામાં મદદ કરે છે. આનાથી પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

 

ગૌરીશંકર દવે એમ જણાવ્યું હતું કે, મહર્ષિ પતંજલિ એ આસનને યોગને ત્રીજા અંગ તરીકે દર્શાવેલ છે. મેદસ્વીતા એ સૌથી મોટો પડકાર છે ચરબી વધી જાય છે જેના લીધે શરીર બેડોળ ખરાબ દેખાય છે ,ચાલી નહિ સકે ,વર્ક -આઉટ પણ કરવામાં તકલીફ પડવું આ બધા કારણોસર જાડાપણું દેખાય આવે છે .પરંતુ જો રોજ થોડી કસરત, સ્ટ્રેચીંગ, બેન્ડીંગ , જોગીંગ ,થોડું રનીંગ કરવામાં આવે તો ચરબી અથવા મેદસ્વીતા ઓછી કરી શકાય છે, દસ મિનિટ નાની કસરતો કરવાથી,૧૪મિનિટ પ્રાણક્રિયા કરવાથી, અનુલોમ-વિલોમ તેમજ બે પ્રાણાયામ કરવાથી આવું કરવાથી શરીર તંદુરસ્ત રહશે, તેમણે એમ પણ ઉમેર્યુ હતું કે ,ફ્રુટ, કઠોળ હંમેશા દિવસે ખાવા જોઇએ, તળેલી, જંકફૂડ બજારની વસ્તુનો ઉપયોગ ઓછો કરવો જોઇએ.

Back to top button
error: Content is protected !!