BANASKANTHAGUJARATPALANPUR
રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ, કડા રોડ વિસનગર ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી

15 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ, કડા રોડ વિસનગર ખાતેઆજરોજ દેશના ૭૮ માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી , આદર્શ વિદ્યાલય વિસનગરના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના વરદ હસ્તે, ધ્વજ ફરકાવીને કરવામાં આવી. આ પ્રસંગે શ્રી દિનેશભાઈએ તેમના સંબોધનમાં આઝાદી મેળવવા માટે શહીદી વહોરનારા દેશના સપૂતોને યાદ કર્યા હતા. અને સૌ દિવ્યાંગજનો રાષ્ટ્ર્હીતને ધ્યાનમાં રાખી, પોતાનું કાર્ય કરશે અને દેશના વિકાસમાં સહભાગી બનશે તેવી શુભકામના વ્યક્ત કરી હતી. સંસ્થાના માનદમંત્રી શ્રીમતી હસુમતીબેન હાલારીએ આ રાષ્ટ્રીયપર્વ નિમિત્તે સૌને શુભઆશિષ પાઠવ્યા હતા.





