રાજપીપળા નાગરિક સહકારી બેંક હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરશે : હવે બેંક પોતાનું ATM પણ મુકશે
– સિનિયર સિટીઝન થી બેંકના પગથિયાં ના ચડાય તો નીચે બેઠક રૂમ બનાવાશે ત્યાં જઈ બેંકના કર્મચારી જાતે જે તે કામ કરી આપશે
જુનેદ ખત્રી : રાજપીપલા
રાજપીપળા નાગરિક બેંક હવે અન્ય ખાનગી બેંકોની સરખામણી માં ડિઝિટલ બની રહી છે. બેંક દ્વારા મોબાઈલ બેન્કિંગ એપ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હવે સભાસદો અન્ય બેંક સાથે ના વ્યવહાર પણ ઘેર બેઠા કરી શકશે.બેંક નું એટીએમ પણ ટૂંક સમય માં કાર્યરત થશે. આમ બેંકના ગ્રાહકોને હવે ઓનલાઈન સુવિધાઓ માં વધારો થશે.
સિનિયર સિટીઝન માટે બેંકમાં પગથિયાં ના ચડાય તો નીચે બેઠક રૂમ બનાવાશે જેમાં બેંકના કર્મચારી જાતે જે તે કામ કરી આપશે.આવી સુવિધાઓ ને સૌ સભાસદો એ વધાવી લીધી છે. આ સાથે બેંકના સભ્યનું અકસ્માત મોત થાય તો 25,000 અને કુદરતી મોત થાય તો 2500 ની સહાય પણ આપવાનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો છે.
રાજપીપલાની એક માત્ર સહકારી બેંક રાજપીપળા નાગરિક સહકારી બેન્ક લિમિટેડ ની 77 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. નાગરિક સહકારી બેન્ક લિમિટેડ એ ચાલુ વર્ષે અત્યારસુધી ના ઇતિહાસ માં સહુથી વધુ નફો કરી પ્રામાણિક વહીવટ નું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સાથે રાજપીપલાના વ્યાપારી વર્ગ માટે ખુબજ ઉપયોગી બની રહેલ રાજપીપલા નાગરિક સહકારી બેન્ક લિમિટેડ ની વાર્ષિક સાધારણ સભા ચેરમેન અમિતભાઈ ગાંધી ની અધ્યક્ષતા માં બેન્ક ના સભાખંડ માં યોજાઈ હતી. રાજપીપલા નાગરિક સહકારી બેન્કના મેનેજર મલકેશ શાહે હાજર રહેલ ડિરેક્ટર્સ અને સભાસદો સમક્ષ કાર્યસૂચિ અનુસાર સાધારણ સભા ની કાર્યવાહી આગળ ધપાવી હતી. બેંકના તમામ ડિરેક્ટરો એ આ વર્ષે સહુથી વધુ નફો કરવા બદલ સ્ટાફ અને સહુ સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો.



