NANDODNARMADA

રાજપીપળામાં રામનવમી તેહવાર અનુસંધાને એલસીબી એસઓજી પોલીસ દ્વારા રુટ નિરીક્ષણ કરાયું

રાજપીપળામાં રામનવમી તેહવાર અનુસંધાને એલસીબી એસઓજી પોલીસ દ્વારા રુટ નિરીક્ષણ કરાયું

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

રાજપીપળામાં આગામી ૦૬ તારીખ રવિવારના રોજ રામનવમી તહેવાર અનુસંધાને શોભાયાત્રા નીકળનાર છે ત્યારે સમગ્ર રાજપીપળામાં શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નર્મદા પોલીસ સતર્ક બની છે

આજે રાજપીપળા ટાઉનમાં એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ શોભાયાત્રા રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું ઉપરાંત સમગ્ર રૂટ ઉપર આવતા પોલીસ પોઇન્ટ સંવેદનશીલ વિસ્તારો તેમજ ધાબા પોઇન્ટ નું નિરીક્ષણ કરી શોભાયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવા બાબતે ચર્ચા કરી હતી

એલસીબી પીએસઆઇ ડી.આર.રાઠોડ એસઓજી પીએસઆઈ એચ.કે પટેલ દ્વારા તેમની ટીમ સાથે સમગ્ર યાત્રાના રૂટનું ડ્રોન દ્વારા પણ નિરીક્ષણ કર્યું હતું

Back to top button
error: Content is protected !!