DEDIAPADANARMADA

શબરી કન્યા છાત્રાલય નવાગામનું ધોરણ-10નું પરિણામ 100 ટકા

શબરી કન્યા છાત્રાલય નવાગામનું ધોરણ-10નું પરિણામ 100 ટકા

તાહિર મેમણ – ડેડીયાપાડા – 10/05/2026 – નવાગામ જેવા ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે પ્રેરણાદાયી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. શબરી કન્યા છાત્રાલય, નવાગામનું ધોરણ-10નું પરિણામ ચાલુ વર્ષે પણ દર વર્ષની પરંપરા મુજબ 100 ટકા રહ્યું છે. છાત્રાલયની તમામ 15 વિદ્યાર્થીનીઓએ સફળતા પ્રાપ્ત કરી સંસ્થા, ગામ તથા સમગ્ર વિસ્તારમાં ગૌરવ વધાર્યું છે.

 

પરિણામમાં વિદ્યાર્થીની નિમીષાબેન રાયસીંગભાઈ વસાવાએ 73.73 ટકા મેળવી પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. જ્યારે હેમાક્ષી કાલિદાસ વસાવાએ 71 ટકા સાથે દ્વિતીય ક્રમાંક તથા કરુણાબેન નરેશભાઈએ 66.83 ટકા સાથે તૃતીય ક્રમાંક મેળવ્યો હતો.

 

આ પ્રસંગે સંસ્થાના મહામંત્રી ચંપક વસાવા એ તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ સતત શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે.

 

સાથે સાથે અનસૂયાબેન ચંપકભાઈ વસાવા એ જણાવ્યું હતું કે શબરી કન્યા છાત્રાલય અને સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોની મહેનત, માર્ગદર્શન અને વિદ્યાર્થીનીઓની લગનના કારણે આ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થયું છે. ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને દીકરીઓના અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ સતત વધી રહ્યો છે, જે વિકાસનું સકારાત્મક ચિહ્ન છે.

 

આ સફળ પરિણામથી સમગ્ર નવાગામ તથા આસપાસના વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!