“તેરા તુજકો અર્પણ” નર્મદા જિલ્લામાં ગુમ થયેલ ૫૮ મોબાઈલ શોધી રેન્જ આઇજીના હસ્તે માલિકોને પરત અપાયા
રાજપીપલા : જુનેદ ખત્રી
આજના આધુનિક યુગમાં જ્યારે મોબાઈલ મનુષ્યનો સાથી બનીને ઉભરી આવ્યો છે ત્યારે મોબાઈલ ચોરી જવાની ઘટના પણ પ્રકાશમાં આવતી હોય છે મોબાઇલમાં અગત્યના દસ્તાવેજો પરિવારની યાદો વગેરે સમાયેલ હોય છે જ્યારે મોબાઈલ ચોરાઈ જાય ત્યારે વ્યક્તિ મુસીબતમાં મુકાઈ જતો હોય છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ૫૮ જેટલા ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતા અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ વડોદરા રેન્જ આઇ.જી સંદીપસિંહના હસ્તે પોતાના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા
વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ ૦૫ દિવસ નર્મદા જિલ્લાની મુલાકાતે છે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ખોવાયેલા અને ચોરાયેલા ૫૮ જેટલા મોબાઈલ કે જેની કિંમત ૦૮ લાખ રૂપિયાથી પણ વધુ થાય છે જે શોધી કાઢ્યા હતા. રાજ્ય ના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા શરૂ કરાયેલ ” તેરા તુઝકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત નર્મદા પોલીસ દ્વારા મોબાઈલ ના માલિકો ને વડોદરા રેન્જ ના આઈ જી સંદીપસિંહ ના હસ્તે પરત કરવામાં આવ્યા છે.જે મોબાઈલ માલિકો ને મોબાઈલ પરત મળતા નર્મદા પોલીસ નો આભાર માન્યો હતો.જ્યારે આઈ જી સંદીપસિંહ એ નર્મદા પોલીસ લઅને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટિમ એ કરેલી કામગીરી ને બિરદાવી હતી.
ચોરાયેલા મોબાઈલ મળી આવતા મોબાઈલ માલિકોએ ખુશી વ્યક્ત કરી હતી અને નર્મદા પોલીસનો આભાર માન્યો હતો