NANDODNARMADA

નાંદોદ તા.પં પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બાબતે દરખાસ્ત મૂકનાર ભાજપના સભ્યો પાણીમાં બેસી ગયા

નાંદોદ તા.પં પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બાબતે દરખાસ્ત મૂકનાર ભાજપના સભ્યો પાણીમાં બેસી ગયા

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

નાંદોદ તાલુકા પંચાયતના મહીલા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તનું આખરે સુરસુરિયું થઈ ગયું છે.ભાજપના જે સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરવા માટે અવાજ ઉઠાવ્યો હતો એ સભ્યો આખરે પાણીમાં બેસી ગયા છે. તો બીજી નર્મદા ભાજપ સંગઠને અવિશ્વાસની દરખાસ્ત કરનારા ભાજપના ૧૫ સભ્યોને બંધ બારણે લાખો રૂપિયાના વિકાસનાં કામોની લહાણી કરી મનાવી લીધા હોવાની ચર્ચાઓ થઈ રહી છે.નાંદોદ તા.પં ભાજપના ચૂંટાયેલા ૧૫ સભ્યોએ માત્ર પૈસાની અને કામોની લાલચમાં પ્રમુખનું અને ભાજપ સંગઠનનું માત્ર નાક દબાવવા માટે અવિશ્વાસની દરખાસ્તનું ગતકડું ઉભુ કર્યું હોવાનો પણ લોકોમાં ગણગણાટ થઈ રહ્યો છે.

નાંદોદ તાલુકા પંચાયતના સભાખંડમાં મહીલા પ્રમુખ વનિતાબેન વસાવા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે બેઠક મળી હતી.જેમાં ટી.ડી.ઓ અંજલી ચૌધરી સહિત ચૂંટાયેલાં ૧૮ સભ્યો માંથી ૧૫ સભ્યો હાજર રહ્યા હતા, વાવડી બેઠકના જીતુભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યવાહી ચાલુ કરાઈ હતી.જેમાં અંતે ભાજપના ૧૪ સભ્યોએ પ્રમુખની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે કોંગ્રેસના હિનલ વસાવા તટસ્થ રહ્યા ગયા, ૨/૩ બહુમતિ ન થતા વનિતાબેન વસાવા પ્રમુખ તરીકે રહ્યા હતા.મળતી માહીતી મુજબ નર્મદા જિલ્લા ભાજપ સંગઠને અગાઉ ભાજપના સભ્યોને ભાજપની તરફેણમાં મતદાન કરવા અને બેઠકમા અચુક હાજર રેહવાનો વ્હિપ આપ્યો હતો.તો જે સભ્યો ગેરહાજર રહ્યા એમની વિરુદ્ધ ભાજપ સંગઠન કાર્યવાહી કરશે કે કેમ એ મોટો પ્રશ્ન છે.

Back to top button
error: Content is protected !!