
રાજપીપળા હરસિધ્ધિ મંદિર સામેના દબાણ પાલિકાએ દૂર કર્યા , વૈકલ્પિક જગ્યા ફળવાશે
રાજપીપળા નગરપાલિકા ફૂડ કોર્ટ બનાવીને ત્યાંના સ્થાનિક લારીગર લવાડાઓને વ્યાજબી ભાવમાં ફાળવશે
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળા શહેર ના હરસિધ્ધિ મંદિર સામે ઉભેલી લારી હટાવવા બાબતે કલેક્ટરમાં રજૂઆત થયા બાદ કલેક્ટરના આદેશથી થોડાક દિવસ પહેલા પાલિકા ટીમે ત્યાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ ત્યાં વર્ષોથી ધંધો કરતા લોકો નું ગુજરાન આ લારી ગલ્લા પર જ ચાલે છે માટે ફરી ત્યાં લારી ઊભી રહેતા આજરોજ પાલિકા ટીમે વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે ત્યાંથી દબાણ દૂર કર્યા હતા ત્યારે લારી ગલ્લા લઈ ઊભા રહેતા સ્થાનિકો અને તંત્ર વચ્ચે ચકમક પણ જોવા મળી હતી
ત્યારબાદ ત્યાં ધંધો કરતા વેપારીઓએ રાજપીપળા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલને રજૂઆત કરી, ત્યારબાદ આ બાબતે પ્રોબેશનલ ચીફ ઓફિસર મુસ્કાન ડાંગર સાથે ચર્ચા બાદ એક પત્રકાર પરિષદ નું પાલિકા ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રોબેશનલ ચીફ ઓફિસર મુસ્કાન ડાંગર, કારોબારી અધ્યક્ષ કુલદીપ સિંહ ગોહિલ, ઉપપ્રમુખ ગીરીરાજસિંહ ખેર, ટાઉન પીઆઇ વી કે ગઢવી સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા
પત્રકાર પરિષદ માં પ્રો. ચીફ ઓફિસર મુસ્કાન ડાંગર અને કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું કે ત્યાં ધંધો કરતા લારી વાળા વેપારીઓ નો અમારે રોજગાર છીનવવો નથી, તેઓ જ્યાં ઊભા હતા ત્યાં નજીક માં ક્યાંક ધંધો કરે તેવી જગ્યા ગોઠવવા અમે જણાવ્યું છે, અને જ્યાંથી દબાણ હટાવ્યા છે એ જગ્યા પર ફૂડ કોર્ટ ઊભી થયા બાદ આ લારી, ગલ્લા વાળા ને જોઈએ તો અમે વ્યવસ્થિત ભાવે ત્યાં જગ્યા પણઆપવા જણાવ્યું છે.




