NANDODNARMADA

નર્મદા એસોજી ને મળી સફળતા વનસ્પતિજન્ય સુકા ગાંજાના રૂ . ૨.૯૧ લાખના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો

નર્મદા એસોજી ને મળી સફળતા વનસ્પતિજન્ય સુકા ગાંજાના રૂ . ૨.૯૧ લાખના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી માદક પદાર્થોની હેરફેર/વેચાણની પ્રવૃતિઓને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ ઉચ્ચ અધિકારીઓની સુચના આધારે પોલીસ ઇન્સસ્પેક્ટર વાય.એસ.શિરસાઠ એસ.ઓ.જી શાખા નર્મદા તથા પો.સ.ઈ. એચ.કે. પટેલ તથા એસ.ઓ.જી શાખાનાં માણસો દ્વારા મળેલ બાતમી આધારે આરોપી દેવદત્ત આનંદ પુરી હાલ રહે. રણછોડજી મંદિર, ઉમરવા, તા.નાંદોદ, જી.નર્મદા મુળ રહે, જ્યોતિનગર, રાજપારડી, તા.ઝગડીયા, જી.ભરૂચને પોતાના કબજામાંની મારૂતી સુઝુકી કંપનીની સેલેરીયો ગાડી નં. GJ-01-WE-5391 માં ગેરકાયદેસર વનસ્પતિજન્ય સુકો ગાંજોનાં જથ્થા સાથે નાવરા ગામ તરફથી નવા રાજુવાડીયા ગામ તરફ જતા રોડ ઉપર પોલીસ નાકાબંધી દરમિયાન પકડી પાડી ઝડતી તપાસ દરમ્યાન તેની પાસેથી ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકો ગાંજો કુલ-૨૯.૧૫૯ કિલોગ્રામ કિ.રૂ.૨,૯૧,૫૯૦/- તથા એક મારૂતી સુઝુકી કંપનીની સેલેરીયો ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા એક એંડ્રોઈડ મોબાઈલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડા રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૦૬,૫૯૦/-ના મુદ્દામાલ કબજે કરી આમલેથા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Back to top button
error: Content is protected !!