નર્મદા : ઝરવાણીના દેડકાફલિયાની ખાડી ઉપર પુલ નહીં બનાવતા ગ્રામજનો આત્મનિર્ભર બન્યા , જીવના જોખમે અવર જવર માટે મજબુર!!!
ગ્રામજનો એ ભેગા મળીને ખાડી ઉપર વીજ થાંભલા મુકી કામચલાવ અવર જવર માટે વ્યવસ્થા ઉભી કરી તે કેટલી સલામત???
નર્મદા કલેકટર જીલ્લા વિકાસ અધિકારી સહિત ટી ડી ઓ ને આવેદનપત્ર આપી રજુઆતો કર્યા ને વર્ષો વીત્યા પુલ કે કોઝવે નું કામ કેમ થતું નથી????
રાજપીપળા : જુનેદ ખત્રી
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એસ્પીરેશનલ નર્મદા જીલ્લા મા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા વિકાસ ના કામો કરવા માટે ફાળવવામાં આવે છે પરંતુ સરકારી તંત્ર રાજકીય નેતાઓ અને કોન્ટ્રાકટ સાથે મિલી ભગત ચલાવી ભ્રષ્ટાચાર આચરતા હોય છે વિકાસ ના અનેક તકલાદી કામો ની પોલ પણ ખુલતી હોય છે,આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ ને મૂળભુત સુવિધાઓ થી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે, ચોમાસા ની સિઝન માં તો એક વિસ્તાર માંથી બીજા વિસ્તારમાં આદિવાસીઓ ને આવવા જવા માટે જીવના જોખમે અવર જવર કરવી પડતી હોય છે તંત્ર બધું જ જાણવા છતાં જાણેકે કુંભકર્ણ ની અવસ્થા માં ઊંઘતું હોય એમ લાગી રહ્યું છે!!!
વિશ્વ ની સહુથી ઉંચી લોહ પુરુષ સરદાર પટેલ ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હજારો કરોડો રૂપિયા ના ખર્ચે જ્યાં બની છે તેની પાસે નાજ ઝરવાણી ગામે વસવાટ કરતાં આદિવાસીઓ ચોમાસા ની સિઝન માં જીવના જોખમે ગામ માંથી વહેતી ખાડી ઉપર થી અવર જવર કરતા જોવા મળી રહ્યા છે, ખાડી મા અચાનક પાણી નો પ્રવાહ વધે તો પાણી ના પ્રવાહ મા વહીને જીવ પણ ગુમાવવું પડે ના ભય હેઠળ લોકો ખાડી ઓળંગી અવર જવર કરતા હોય છે. ત્યારે ઝરવાણી ગામ ના દેડકા ફળિયા થી મેળા ફળિયા વચ્ચે વહેતી ખાડી ચોમાસા ની સિઝન માં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય ને આ ખાડી ઉપર થી આવવા જવા માટે ગામના લોકો એ ભેગા મળીને વીજ થાંભલા ગોઠવી અવર જવર ની કામચલાવ વ્યવસ્થા ઉભી કરી હતી, ખાડી ઉપર ના ધોધ પાસે બંને સાઇડ કવર કરી ને વીજ થાંભલા ઓ ગોઠવ્યા હતા જેના પરથી હવે ગ્રામ જનો અવર જવર કરશે!!!
ઝરવાણી ગામ પાસે થી વહેતી ખાડી ને ગામ ના 80 થી 90 ઘર ના લગભગ એક હજાર જેટલા લોકો દરરોજ ઔલંગી અવર જવર કરે છે નું ગામમાં વસ્તુઓને સામાજિક કાર્યકર ધીરજભાઈ ડી વસાવા એ જણાવ્યું હતું અને સાથોસાથ એ પણ જણાવ્યું હતું કે અમારા ગામ ની આ ખાડી ઉપર પુલ કે કોઝવે જેવું નાળુ બનાવવામાં આવે ની અમો ગ્રામજનો દ્વારા વર્ષો થી માંગ કરવામાં આવી રહી છે, આ મામલે નર્મદા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિત નાઓ ને લેખિત આવેદનપત્ર આપી રજુઆતો પણ કરવામાં આવી છે તા 21જુલાઈ 2022 મા ટેન્ડરિંગ પણ મંજૂર થયું હતું 22 મી ફેબ્રુઆરી 2024 ના ઇજારદાર ને કામ કરવા નો ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો અને 9 મહિના માં કામ પૂરું કરવા નું પણ જણાવ્યું હતું પરંતુ અમારા ગામ ખાતે પુલ કે કોઝવે નાળા નું કોઈ કામકાજ થતું નથી!!!! અમને ચોમાસા ની સિઝન માં ભારે મુસીબત નો સામનો કરવો પડે છે, બીજા ગામો માં તમામ પ્રકારના કામો થાય છે અમારા ગામ માં કેમ કામ થતું નથી?? નો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને વિશેષ મા જણાવ્યું હતું કે ગામના લોકો એ ભેગા મળીને વીજ થાંભલા ધોધ પાસે ખાડી ની બંને સાઇડ ગોઠવી અવર જવર માટે કામ ચલાવ વ્યવસ્થા ઉભી કરી છે, આ વ્યવસાય પણ ભારે જોખમી છે જો ખાડી મા અચાનક પાણી ઘસી આવે તો મોટી જાનહાનિ પણ સર્જાઈ શકે નો ભય પણ વ્યક્ત કર્યો હતો અને પુલ કે કોઝવે નાળા ની કામગીરી સત્વરે શરૂ કરવામાં આવે ની માંગ કરી હતી અને જો તંત્ર દ્વારા કામગીરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આમ નર્મદા જીલ્લા મા એકતા નગર ખાતે નિર્માણ કરવામાં આવેલ વિશ્વ ની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ના આદિવાસી સમાજના લોકો ની વસ્તી ધરાવતા ઝરવાણી ગામ ના લોકો ની દયનીય હાલત અને તંત્ર ની કોઈ પણ મદદ વગર ઉભી કરવામાં આવેલ કામચલાવ વ્યવસ્થા એ જીલ્લા ના વિકાસ ની પોલ ખોલી છે.



