NANDODNARMADA

રાજપીપળા નજીક આવેલ કરજણ ડેમમાં પાણીનાવક થતા ત્રણ દરવાજા ખોલાયા

રાજપીપળા નજીક આવેલ કરજણ ડેમમાં પાણીનાવક થતા ત્રણ દરવાજા ખોલાયા

જુનેદ ખત્રી રાજપીપલા

નર્મદા જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે સમગ્ર જિલ્લામાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે ત્યારે રાજપીપળા નજીક આવેલ કરજણ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે

આંકડાકીય માહિતી જોઈએ તો કરજણ ડેમ હાલ ૭૧.૮૪ ટકા ભરાઈ ગયો છે રુલ લેવલ ૧૦૯.૭૪ છે જે જાળવવા ત્રણ દરવાજા ખોલીને કરજણ નદીમાં ૩૫ હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે જેથી કાંઠામાં આવતા ગામોને એલર્ટ કરાયા છે નદી કિનારે નહીં જવા લોકોને સૂચના આપવામાં આવી છે

Back to top button
error: Content is protected !!