NARMADATILAKWADA

નલિયા નજીક મોટરસાયકલ ચાલકને ટક્કર મારી અકસ્માત સર્જી ભાગી ગયેલા આરોપીની ગણતરી દિવસોમાં ધરપકડ કરતી તિલકવાડા પોલીસ

નલિયા નજીક મોટરસાયકલ ચાલકને ટક્કર મારી અકસ્માત સર્જી ભાગી ગયેલા આરોપીની ગણતરી દિવસોમાં ધરપકડ કરતી તિલકવાડા પોલીસ

રીપોર્ટર વસિમ મેમણ : તિલકવાડા

મળતી માહિતી અનુસાર તારીખ 29/04/2023 ના રોજ તિલકવાડા તાલુકાના નલિયા ગામ નજીક એક મોટરસાયકલ ચાલકને અજાણ્યો ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું આ ઘટનાના ના સંદર્ભે તિલકવાડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જે ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વિલન્સ અને હ્યુમન સોર્ષિગના આધારે ગણતરીના દિવસોમાં આરોપીને શોધી કાઢી ઝડપી પાડવામાં તિલકવાડા પોલીસને સફળતા મળી છે

પ્રાપ્ત વિગત અનુસાર તારીખ 29/04/2023 ના રોજ તિલકવાડા તાલુકાના નલિયા ગામના બસ સ્ટેન્ડ પાસે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે પોતાના કબજાની ટ્રક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આ કામના મોટરસાયકલ ચાલક યકિતભાઈ ની મોટરસાયકલ ગાડી નંબર GJ 22 K 9544 નંબરની મોટરસાયકલને ટક્કર મારી અકસ્માત સર્જી ભાગી ગયો હોવાની ઘટના બની હતી. આ ઘટનામાં મોટરસાયકલ ચાલક યકીતભાઈને માથાના ભાગે તથા ઘુટણના ભાગે અને શરીરે નાની મોટી ઇજાઓ થતા તેઓનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે. સદર ગુનાની તપાસ તિલકવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જી ખોથ નાઓ એ સર્વેલન્સ ટીમના માણસોને સદર અન ડિટેક્ટ ગુના ને શોધી કાઢવા માટે સૂચના આપેલ હોઈ જે સૂચના અનુસાર પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ માનસિંગભાઈ નાઓ CCTV ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્ષિસના આધારે આ કામના આરોપી જુવાનસિંગ ખુમાનસિંગ ડાવર રહે પટેલ ફળિયુ કોદલી તાલુકો અલીરાજપુર નાઓ ને અકસ્માતમાં વપરાયેલા વાહન સાથે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી અકસ્માતના અનડિટેકટ ગુનાને ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!