નર્મદા જિલ્લામાં આયુષમાન કાર્ડ અંતર્ગત ખાનગી હોસ્પીટલમાં પણ સારવાર મળશે
રાજપીપલા : જુનેદ ખત્રી
“પી.એમ.જે.એ.વાય–મા” યોજના હેઠળ લાયક લાભાર્થીઓ યોજના સાથે જોડાયેલ હોસ્પિટલોમાંથી પોતાની પસંદગીવાળી ખાનગી તેમજ સરકારી સંલગ્ન હોસ્પીટલમાં સારી ગુણવત્તાયુક્ત સારવાર રૂ. ૧૦ લાખ સુધી તદ્દન મફત મેળવી શકે છે.
નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના સતત પ્રયાસો અને માર્ગદર્શનના હેઠળ જિલ્લામાં સૌ પ્રથમ એક ખાનગી હોસ્પિટલ શ્રી વિજય મેટરનીટી હોમ રાજપીપલા ઓર્થોપેડિક ક્લસ્ટરમાં આ યોજના સાથે જોડાયેલ છે. ત્યારે નર્મદા જિલ્લાના લાભાર્થીઓને ઘર-આંગણે ઓર્થોપેડિકની બીમારીમાં ખાનગી હોસ્પીટલમાં પણ મફતમાં સારવાર ઉપલબ્ધ થશે.
નર્મદા જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા એન. એફ.એસ.એ [NFSA] રેશનકાર્ડ ધારકોનાં કુટુંબના તમામ સભ્યોને PMJAY કાર્ડ આપવાની ખાસ ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. જેના થકી જિલ્લામાં એન.એફ.એસ.એ [NFSA] અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના કુલ ૩,૮૮,૫૦૭ લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે.
બોક્ષ …
💊💉🔴🔵🟢 નર્મદા જિલ્લામાં તબીબી સેવાઓની અછત….
નર્મદા જિલ્લો વર્ષોથી ભરૂચ જિલ્લામાંથી વિભાજિત થયો છે પરંતુ આરોગ્ય ક્ષેત્રે હજી પણ જિલ્લામાં પૂરતી વ્યવસ્થા નથી તેમ લોકો જણાવે છે હાલમાંજ GMERS સંલગ્ન મેડિકલ કોલેજ અને હોસ્પિટલ શરૂ કરાઇ પરંતુ વારંવાર સારવાર બાબતે બૂમ ઉઠી રહી છે ઉપરાંત જિલ્લામાં ૩ લાખ કરતાં વધુ આયુષમાન કાર્ડ ધારકો હોય એટલા વર્ષો બાદ ફકત એક હોસ્પિટલ અને તેમાં પણ ફકત ઓર્થોપેડીક વિભાગમાં લાભાર્થીઓ ને લાભ મળવાનો છે ત્યારે આ જિલ્લા માટે આનંદ સાથે શરમજનક બાબત પણ કહી શકાય જિલ્લામાં જનરલ સર્જરી તેમજ ગાયનેક હોસ્પિટલો પણ PMJY યોજનામાં સામેલ કરાય તેવી માંગ ઉઠી છે



