NANDODNARMADA

રાજપીપલા : હજરપુરા ગામની સીમામાંથી કેળા ચોરી કરનાર બે આરોપીને પોલીસે ઝડપી લઇ ૨.૩૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજપીપલા : હજરપુરા ગામની સીમામાંથી કેળા ચોરી કરનાર બે આરોપીને પોલીસે ઝડપી લઇ ૨.૩૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

 

રાજપીપલા : જુનેદ ખત્રી

રાજપીપલા પો.સ્ટે વિસ્તારના હજરપુરા ગામની સીમાના અલગ-અલગ ખેતરમાંથી કોઈ અજાણયા ઈસમ કેળાંના લુમની ચોરી કરી લઈ ગયેલ જે અંગે રાજપીપલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આ અનડીટેક્ટ ગુનાને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લા પોલીસ ઉચ્ચ અધિકારીઓ ની સૂચના અને રાજપીપલા ટાઉન પી.આઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસો દ્વારા સી.સી.ટી.વી. ફુટેજ આધારે એક શંકમંદ છોટા હાથી તથા જ્યુપીટર મોપેડ લઈ અવર-જવર કરતાં બે શંકમદ ઈસમો જણાતા અંગત બાતમીદારો દ્વારા છોટા હાથી તથા જ્યુપીટર મોપેટ અને બન્ને શંકમંદ ઈસમોની તપાસ કરતા આરોપી (૧) જતીનભાઈ મોહનભાઈ વસાવા રહે વાઘેથા તા.નાંદોદ જી.નર્મદા (૨) સચિનભાઈ જયંતીભાઈ વસાવા રહે હજરપુરા તા.નાંદોદ જી.નર્મદા નાઓના હોવાનું જણાઈ આવતા આ બન્નેની રાજપીપલા પોસ્ટે લાવી સઘન પુછપરછ કરતા પોતે આજથી બારેક દિવસ પહેલા અને ચારેક દિવસ પહેલા હજરપુરા ગામની સીમમા જ્યુપીટર મોપેડ થી રેકી કરી અલગ-અલગ કેળાના વાવેતરવાળા ખેતરમાથી કેળાના લુમો કાપી ચોરી કરી છોટા હાથીમાં ભરી લઈ ગયેલ હોવાની કબૂલાત કરતા રાજપીપલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડીટેકટ ચોરીના ગુનોઓ ગણતરીના કલાકોમાં ડીટેકટ થયો હતો છોટા હાથી GJ-22-0-3393 તથા જ્યુપીટર GJ-22-L-0238 તથા મોબાઈલ નંગ.૦૨ તથા રોકડા મળી કુલ મુદામાલ કિં.રૂ.૨,૩૯,૦૦૦ /- કબ્જે કરી બંને આરોપીઓને ઝડપી લીધા છે

Back to top button
error: Content is protected !!