NANDODNARMADA

નર્મદા : ખેલ મહાકુંભ-2025 અંતર્ગત રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ખાતે દક્ષિણ ઝોન કક્ષાની ફૂટબોલ સ્પર્ધા યોજાઈ

નર્મદા : ખેલ મહાકુંભ-2025 અંતર્ગત રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ખાતે દક્ષિણ ઝોન કક્ષાની ફૂટબોલ સ્પર્ધા યોજાઈ

 

જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડમરાલના વરદ હસ્તે અન્ડર-14 કેટેગરી સુરત અને ભરૂચ વચ્ચેની મેચનો પ્રારંભ

 

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

 

નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ધાબા ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભ-2025 અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાની ફૂટબોલ સ્પર્ધાનું ઉદ્દઘાટન તા. 7 ડિસેમ્બર 2025 ના રોજ કરવામાં આવ્યું હતું.

 

તા. ૯ મી ડિસેમ્બરના રોજ યોજાયેલી અન્ડર-14 કેટેગરીની સુરત અને ભરૂચ વચ્ચેની મેચનો પ્રારંભ જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડમરાલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કોચ, રમતવીરો ઉપસ્થિત રહ્યા હતાં.

દક્ષિણ ઝોન સ્તરની આ પ્રતીસ્પર્ધામાં કુલ આઠ જિલ્લાઓના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્સાહભેર પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી રહ્યાં છે. યુવા ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે અને રાજ્યસ્તરે પોતાની કાબેલિયત બતાવવાની તક મળે તે હેતુથી આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે.

 

આ સ્પર્ધા તા. 12 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝોનલ સ્તરની સ્પર્ધામાંથી વિજેતા થનારી ટીમો રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેશે. રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર તેમજ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર નર્મદા અને નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી રાજપીપળા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (ધાબા ગ્રાઉન્ડ) ખાતે ખેલ મહાકુંભ દક્ષિણ ઝોન કક્ષાની ફૂટબોલ રમતની સ્પર્ધા યોજાઈ રહી છે.

Back to top button
error: Content is protected !!