
દેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ મહિલાઓએ રેલી કાઢી આવેદન આપ્યું
સાગબારા તા. પંચાયત ના આદિવાસી મહિલા પ્રમુખને અભદ્ર શબ્દો કહી મહિલાઓનું અપમાન કર્યું હોવાના આક્ષેપ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે કથિત મારપીટના આરોપમાં પોલીસે ધરપકડ કર્યા આ સમગ્ર મામલો બે દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ચર્ચામાં છે હાલ ધારાસભ્ય વડોદરા સેન્ટ્રલ જેલમાં છે તેમના જામીનની તજવીજ ચાલુ છે
ઘટના બાદ ધારાસભ્યના સમર્થકોમાં ઉકળતા ચરુ જેવો માહોલ જોવા મળ્યો રાજપીપળા ક્રાઇમબ્રાંચ કચેરી ફરતે પોલીસની કિલ્લેબંધી કરી દેવાઈ છતાં ચૈતર વસાવાના પત્ની, આપના નેતાઓ સહિત તેમના સમર્થકો ક્રાઇમબ્રાંચ કચેરી બહાર જમા થયા અને પોલીસ સામે રોષ ઠાલવ્યો હતો
આજે દેડિયાપાડામાં મહિલાઓએ એક રેલીનું આયોજન કરી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું જેમાં ભાજપના નેતાઓએ રેલીને સંબોધન પણ કર્યું હતું આવેદનમાં ધારાસભ્ય ચૈતર વસાવાને આદિવાસી મહિલાનું કરવા બદલ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી
સમગ્ર મામલો હાલતો રાજકીય રંગ લઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં પણ આપ સમર્થકો અને ભાજપ સમર્થકો ખૂબ એક્ટિવ છે ક્યાંક આઈ સપોર્ટ ચૈતર વસાવા તો ક્યાંક મહિલા વિરોધી ચૈતર વસાવા ટ્રેન્ડ છવાયેલો છે આગળ શું થશે એ સમય બતાવશે પણ હાલ ચૈતર વસાવા ગુજરાત ભરમાં છવાયેલા છે





