નર્મદા જિલ્લાના વાઘોડિયા ગામે શૌચાલયના કામમાં તલાટી કટકી માંગતા હોવાનો સખી મંડળની મહિલાઓએ આક્ષેપ કર્યો
સરકારના ખુલ્લામાં શૌચ મુક્ત નર્મદા જિલ્લાની અસલી હકીકત સામે આવી !??
જુનેદ ખત્રી : રાજપીપલા
30 ઓગસ્ટ 2024 ના રોજ નર્મદા જિલ્લા કલકટર કચેરીએ નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામેથી આશરે 21 જેટલી બહેનોનું ટોળું આવ્યું હતું તેમના હાથમાં કલેકટર નર્મદા ને ઉદ્દેશીને એક આવેદનપત્ર હતું. તેમાં લખ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાથી વાઘોડિયા ગામની 21 બહેનોના મંજૂર થયેલા શૌચાલયો નું અડધા ઉપરાંત નું કામ થઈ ગયું હોવા છતાં તેમને આજદિન સુધી કોઈ નાણાંકીય સહાય ચુકવવામાં આવી નથી.
ગામ તલાટી દ્વારા તેમને સુચના અપાઈ એ મુજબ તેઓ કામ કરાવતા ગયા અને તલાટી ફોટા પાડી ને લઈ ગયા પણ તેમને સરકાર તરફ થી યોજના મુજબ કોઈપણ જાત ની નાણાંકીય સહાય ચુકવવામાં આવી નથી.
સાથે સાથે જ્યારે સખીમંડળની આ મહિલાઓ તલાટી ઉપર ગંભીર આક્ષેપો કરતા લખ્યું છે કે તેઓ ગ્રામ પંચાયત તલાટીને રજૂઆત કરે છે તો દ્વારા તેમની પાસે પ્રતિ શૌચાલય રૂપિયા 3000 ની માંગણી કરવામાં આવે છે.
એક તરફ સરકાર નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કરીને વાહ-વાહી મેળવી ચૂક્યું છે ત્યારે બીજી તરફ આ ગામના સખીમંડળની મહિલાઓ ગામ તલાટી ઉપર સૌચાલય મંજૂર કરવાના બદલામાં 3000 રૂપિયાની લાંચની માંગણી કરતા હોવાનો લેખિત આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ સરકારી કર્મચારી દ્વારા લાંચ માંગવાની શ્રેણી મા આવતા કૃત્ય બાબતે નર્મદા જિલ્લા નું લાંચ રૂશ્વત વિભાગ આ મામલે સંજ્ઞાન લેશે કે કેમ? એ પણ જોવું રહ્યું.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel