નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ અંત્રાશ ગામ પાસે નર્મદા નદીના કિનારા પરથી નસવાડી પોલીસે 1,65,900 રૂપિયાનો ઈંગ્લીસ દારૂ સહીત 2,35,900 નો મુદ્દામાલ ઝડપી પડ્યો.
મૂકેશ પરમાર નસવાડી
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં નર્મદા નદીનો કાઠો આવેલો છે અને સામે કિનારે મહારાષ્ટ્રથી નદી મારફતે નાવડીમા બુટલેગરો ઈંગ્લીસ દારૂ ભરી લાવે અને ઠાલવે છે જ્યારે નસવાડી તાલુકાન આંત્રાશ ગામે બુટલેગર ઈંગ્લીશ દારૂ ભરી આવતા હતા જેની બાતમી પોલીસને મળતા પોલીસ પેટ્રોલિંગમા નર્મદા નદીન કિનારે પહોંચી હતી તે દરમિયાન પોલીસને જોઈ બુટલેગર નવાડી મૂકી ફરાર થઇ ગયો હતો જયારે પોલીસે નાવડીમાં તપાસ કરતા (1) માઉન્ટશ ઓરીજનલ સુપર સ્ટ્રોંગ બિયર 500 મી.લી બિયર નંગ 576 જેની કિંમત 74,880 રૂપિયા (2)ગોવા સ્પીરીત ઓફ સ્મૂથનેસ વ્હીસ્કી 180 મી લી નંગ 60 જેની કિંમત રૂપિયા 32,700 (3) )ગોવા સ્પીરીત ઓફ સ્મૂથનેસ વ્હીસ્કી 180 મી લી નંગ 432 જેની કિંમત રૂપિયા 58320 તેમજ 70,000 હજાર રૂપિયા ની નાવડી આમ કુલ 2,35,900 રૂપિયાનો મુદ્દામાલ પોલીસએ ઝડપી પાડયો હતો. જયારે પોલીસ ને જોઇને બુટલેગર ફરાર થઈ ગયો હતો