GUJARATKUTCHMANDAVI

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા કુદરતી/માનવસર્જીત આપત્તિઓને પહોંચી વળવા આગોતરા આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૮ નવેમ્બર  : નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા કુદરતી/માનવસર્જીત આપત્તિઓને પહોંચી વળવા આગોતરા આયોજન સ્વરૂપે વખતો વખત મોક-એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત તેઓ દ્વારા હાલે દરિયાઈ સિમા ધરાવતા જિલ્લાઓમાં ઓઈલ & કેમિકલ સંબંધિત દુર્ઘટનાઓના નિવારણ અર્થે ઓઈલ & કેમિકલ મોક-એક્સરસાઈઝનું આયોજન કરેલ છે.કચ્છ જિલ્લામાં ગાંધીધામ તાલુકામાં દિનદયાળ પોર્ટ, કંડલા અને ભારત પેટ્રોલિયમ કો.લી. તેમજ મુંદરા તાલુકાના મુંદરા પોર્ટ & SEZ ખાતે તા.૨૧/૧૧/૨૦૨૫ ના રોજ ઓઈલ & કેમિકલ મોક-એક્સરસાઈઝ યોજાનાર છે. આ મોક-એક્સરસાઈઝ સંદર્ભે ગાંધીધામ તાલુકાના વિસ્તાર માટે પ્રાંત અધિકારીશ્રી, અંજાર તેમજ મુંદરા તાલુકાના વિસ્તાર માટે પ્રાંત અધિકારી મુંદરાની ઈન્સિડન્ટ કમાન્ડર તરીકે તેમજ જિલ્લા નોડલ અધિકારી તરીકે નાયબ નિયામકશ્રી, જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની નિમણૂક કરવામાં આવેલ છે.વધુમાં, ઉક્ત મોક-એક્સરસાઈઝ સંબંધે લોકોમાં ખોટી અફવા ન ફેલાય તેમજ જરૂર જણાયે અત્રેના જિલ્લા કંટ્રોલ રૂમના ટોલ ફ્રી ઈમરજન્સી નં.૧૦૭૭ અથવા ફોન નં.૦૨૮૩૨-૨૫૦૯૨૩ તથા ૦૨૮૩૨-૨૫૨૩૪૭ પર સંપર્ક સાધવા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!