
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૨૪ ડિસેમ્બર : વિભાગીય સંશોધન કેન્દ્ર અને કૃષિ મહાવિદ્યાલય ભચાઉ ખાતે “રાષ્ટ્રીય કિસાન દિવસ” ની ઉજવણી કરવામાં આવી. કચ્છના જુદા-જુદા તાલુકાના ખેડૂતોએ નવીનભાઈ સંગમનેર, મનજીભાઇ ગામી ભચાઉ, જયપાલસિંહ જાડેજા અને દેવસીભાઈ રબારી અને લાલજીભાઈ ચોબારીએ કૃષિ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓને ખેતીના કોઠાસૂઝના પાઠ ભણાવ્યા હતા.રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિતે “ગ્રામીણ કૃષિ મૌસમ સેવા યોજના” યોજના અંતર્ગત એક દિવસીય ખેડૂત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કૃષિ વૈજ્ઞાનિકોની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં ૭૦ લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તેમને બદલાતા ખેત આબોહવાની પાક ઉત્પાદન પર અસર અને રવી પાકોમાં રોગ-જીવાતનું સંકલિત નિયંત્રણ પર ભાર મૂક્યો. હતો.મુખ્ય પ્રવચનોમાં ડો. આર. એમ. જાડેજાવિભાગીય સંશોધન કેન્દ્રના, સ.દાં.કૃષિ યુનિવર્સિટીના વડા દ્વારા ફાર્મને લગતી વિસ્તરણ, શિક્ષણ અને સંશોધનની વિસ્તૃત માહિતી આપાઈ હતી. આ સાથે ખેડૂતોને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત ખેડૂતોના મુખ્ય મુદ્દાઓ જેમકે કપાસના પાકમાં આવતી લાલ કથીરી, દાડમમાં તેલિયા રોગ (બેક્ટેરિયલ બ્લાઈટ) અને પાકો માં આવતા નેમેટોડ પર ચર્ચા કરી તેના નિયંત્રણ માટે નવા સંશોધન માટેની જરૂરિયાત દર્શાવી. આ પ્રસંગે ડો. એન. વી. પટેલ, પ્રોફેસર, ચીપ કૃષિ મહાવિદ્યાલય હાજર રહેલા હતા.અને ડો. પી. કે. ઠાકર – પાકમાં આવતી જીવતોના જીવનચક્ર તેનું નિરાકરણ અને કુદરતી દુશ્મનો વિષય પર સમજુતી આપી. ડૉ.અક્ષત જોશીએ કચ્છ જિલ્લાની ઔષધીય જૈવવિવિધતાની માહિતી આપી હતી અને શ્રી કુલદીપ સેવકે હવામાન આગાહીની પાક આયોજન માટેની ઉપયોગીતા વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે ખેડૂતોએ તેમના અનુભવ જેમકે દેવસીભાઈ રબારીએ ડો. આર. એમ. જાડેજાવિભાગીય સંશોધન કેન્દ્રના, ભચાઉના વડાને માર્ગદર્શન હેઠળ આપેલ દિવેલા જીસીએચ-૮ ની જાતના અનુભવ રજૂ કર્યા હતાં. ભચાઉ તાલુકાના જુદા-જુદા ખેડૂતોએ પોતાના ખેતીના અનુભવો અને સમસ્યાઓ વિશે માહિતી આપી. જેના નિરાકરણની માહિતી અધિકારી ઓ દ્વારા આપવામાં આવી હતી અને ખેડૂતને સંતોષકારક જવાબો પ્રાપ્ત થયા. ત્યારબાદ જે. કે. ડાભીએ સર્વે ઉપસ્થિત અધિકારી ઓ અને ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો.





