ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૪ ડિસેમ્બરે નેશનલ લોકઅદાલત યોજાશે*
સમીર પટેલ, ભરૂચ
***
*સિવિલ, ક્રિમીનલ અને પ્રિ–લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપી અનેસંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ*
****
ભરૂચ- સોમવાર – સુપ્રિમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારકન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવે છે.સુપ્રિમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્યનીહાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કક્ષાએજિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂનીસેવા સમિતી દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે. જેઅભિગમનાં ભાગરૂપે સમયાંતરે દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનુંઆયોજન કરવામાં આવે છે.
આ લોક અદાલતમાં દીવાની, ફોજદારી,ખોરાકીના કેસ ઉપરાંત વાહન અકસ્માત વળતર કેસો અને બેંકો,ડી.જી.વી.સી.એલ વગેરે સમાધાન લાયક સિવિલ, ક્રિમીનલ કેસો અને પ્રિ–લીટીગેશન કેસોમાંશકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ થતાહોય છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ નાઓનાંમાર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં પણ આગામી તા.૧૪/૧૨/૨૦૨૪નાંભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજનકરવામાં આવ્યું છે. તેમ જિલ્લા કાનૂન સેવા સત્તા મંડળ ભરૂચ તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.