GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી

સરદાર સાહેબ એકતાનું પ્રતીક, તેમના મજબૂત મનોબળથી અખંડ ભારતની સ્થાપના - નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

તા.31/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સરદાર સાહેબ એકતાનું પ્રતીક, તેમના મજબૂત મનોબળથી અખંડ ભારતની સ્થાપના – નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

સરદાર સાહેબ એકતાનું પ્રતીક, તેમના મજબૂત મનોબળથી અખંડ ભારતની સ્થાપના – નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં રાષ્ટ્રીય ભાવના અને એકતાના સંદેશને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડ આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી શરૂ થઈને જેલ ચોક થઈ જવાહર ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે સરદાર સાહેબ એકતાનું પ્રતીક છે જો સરદાર સાહેબ ન હોત તો આજે આપણે આ દેશને અખંડ ભારત તરીકે ઓળખતા ન હોત જ્યારે દેશના ભાગલા પડ્યા અને જૂનાગઢ, હૈદરાબાદ પાકિસ્તાનમાં જવાનું વિચારી રહ્યા હતા તે સમયે સરદાર સાહેબની વહીવટી કુશળતા, કુનેહ અને મજબૂત મનોબળને કારણે આ તમામ પ્રદેશો ભારતની અંદર જ રહી ગયા એક ખેડૂત પુત્ર અને સારા વકીલ હોવા છતા તેમણે એક સારા રાષ્ટ્રભક્ત બનીને ૫૬૫ જેટલા નાના મોટા રજવાડાઓને એક કરીને અખંડ ભારતની સ્થાપના કરવા પોતાનું સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત કરી દીધું હતું હાલમાં સમગ્ર ભારત દેશ સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યું છે એમ કહેતાં વધુમાં ઉમેર્યું હતું કે એકતાના પ્રતીક તરીકે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટામાં મોટી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે આજે દર વર્ષે આશરે ૩૦ લાખ જેટલા પ્રવાસીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે છે જેમાં વિદેશી પર્યટકોનો પણ સમાવેશ થાય છે આ તકે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે આઝાદી સમયે રજવાડાને ભેગા કરવા તે ‘નેક્સ્ટ ટુ ઈમ્પોસિબલ’ કામ હતું પરંતુ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે તે સમયે દેશને એક કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી વિશ્વને સંદેશ આપ્યો છે કે જો વિશ્વને સુખી થવું હોય તો એકતા ખૂબ જ જરૂરી છે વડાપ્રધાનના ‘લીડ વિથ વિઝન લીડ વિથ પર્પઝ’ અને લીડ વિથ પેશનના નેતૃત્વ દ્વારા સરદાર સાહેબ અને ગાંધીજીના સપનાઓ ચરિતાર્થ થઈ રહ્યા છે આગામી ૧૦ વર્ષમાં રાજ્યનો રોડમેપ સમૃદ્ધ રાજ્ય અને સમર્થ નાગરિક પર તૈયાર કરવામાં આવ્યો છે નાગરિકોની વિચારધારા ગ્લોબલ થવી જોઈએ. આ માટે ‘થિંક ગ્લોબલી, એક્ટ લોકલ’ (લોકલ ટુ ગ્લોબલ)ના સૂત્રને અપનાવવું પડશે જેથી દરેક સિટીઝનને ગ્લોબલ કરી શકાય ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને નાગરિકોએ સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા તેમજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાં તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરવા દ્રઢ સંકલ્પ લીધો હતો આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા, સહિત પોલીસ જવાનો, યોગ પ્રેમીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!