વિજાપુર તાલુકા માં રાષ્ટ્રીય કૃમિ દિવસ ની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચારસૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આરોગ્ય વિભાગ તાલુકા હેલ્થ કચેરી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ તાલુકા ની આંગણવાડી.પ્રાથમિક શાળા અને હાઇસ્કુલ માં ભણતા તમામ બાળકો ને તારીખ 14 સપ્ટેમ્બર 2023 ના રોજ રાષ્ટ્રીય કૃમિ દિવસ અંતર્ગત કૃમિ નાશક દવાનો ડોઝ આપવામાં આવ્યો.હતો જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશભાઈ ચૌહાણ દ્વારા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં ગોવિંદપુરા પ્રાથમિક શાળા અને ખણુસા પ્રાથમિક શાળા ની મુલાકાત લઈ કામગીરી નું સુપર વિઝન કરવામાં આવ્યું હતું તેમજ બાળકો ને કૃમિ નો રોગ દૂષિત હાથ વડે જમવાથી તેમજ પગરખાં ન પહેરવાથી કૃમિ ના જતું ઓ શરીર મારફતે પેટમાં દાખલ થાય છે અને આ કૃમિ ના જતું ઓ પેટમાં વિકાસ પામે છે જેના કારણે શરીર માં લોહી માં હિમોગ્લોબીન નું પ્રમાણ ધટી જાય છે .અને પાંડુરોગ થાય છે..આ માટે વ્યક્તિગત સ્વચ્છતા.જાળવવી તેમજ દરરોજ સ્નાન કરવું પગરખાં પહેરવા નખ કાપવા માથા વાળ ની સફાઈ રાખવી જેવી બાબતો ની કાળજી રાખવી આ બાબત ની સમજ આપવામાં આવી આ પ્રસંગે ગોવિંદપુરા સબ સેન્ટર આરોગ્ય સ્ટાફ તેમજ ખણુસા ગામે ખણુસા સબ સેન્ટર નો સ્ટાફ હાજર રહ્યો તાલુકા આવેલી તમામ પ્રાથમિક શાળા આંગણવાડી અને હાઇસ્કુલો આ કાર્યક્રમ યોજાયો હતો
વાત્સલ્યમ્ સમાચાર