દેડીયાપાડા ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ ૪૪ કૃષિ સખી ને માહિતી આપવામાં આવી.
તાહિર મેમણ- ડેડીયાપાડા- 15/05/2025 – કે.વી.કે.દેડિયાપાડા અને આત્મા પ્રોજેક્ટ, નર્મદાના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે તા. ૧૬ મી મે ૨૦૨૫ સુધી વિવિધ વિષયોને આવરી લઈ ૪૪ કૃષિ સખી/ કોમ્યુનિટી રિસોર્સ પર્સનને તાલીમો આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા. ૧૫ મી મે ૨૦૨૫ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ. થકી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ૪૪ કૃષિ સખી/કોમ્યુનિટી રિસોર્સ પર્સનને જૈવિક કલ્ચરની બનાવટ અને ઉપયોગ અંગેની માહિતી આપવામાં આવી અને પ્રાકૃતિક કૃષિમાં વપરાતા બ્રહ્માસ્ત્ર અને અગ્નીસ્ત્ર બનાવવાની પદ્ધતિ અને તેના ઉપયોગની વિસ્તૃતમાં માહિતી કેવીકેના વૈજ્ઞાનિકશ્રી પ્રો.વી.કે. પોશિયા, ડો. એમ. વી. તિવારી, પ્રો. મહેશ વિસાત અને ફાર્મર માસ્ટર ટ્રેનર શ્રી મુકેશભાઈ આર. વસાવા દ્વારા આપવામાં આવ્યુ હતું. તેમજ કે.વી.કે ના મોડેલ ફાર્મની મુલાકાત પણ લીધી હતી.