GUJARATMEHSANAMEHSANA CITY / TALUKO

મહેસાણા તાલુકાના મેવડ ગામ ખાતે પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ.

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત  મહેસાણા તાલુકાના મેવડ ગામે પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ હતી. લીંચ ગામના ગ્રામસેવક ઉષાબેન ગણપતભાઈ ચાવડાએ પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરીને ખેડૂતોને બીજામૃત, જીવામૃત તેમજ આંતરપાકો પદ્ધતિ વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ફાર્મર માસ્ટર ટ્રેનર ગીતાબેન ચૌધરીએ પણ ગ્રામસેવક ઉષાબેન સાથે આ તાલીમમાં ઉપસ્થિત ખેડૂત અને પશુપાલક બહેનોને રાસાયણિક ખેતીના ગેરફાયદા અને જીવામૃત ના ફાયદા તેમજ આંતરપાક પદ્ધતિ વિશે તેમજ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે વિશેષ માહિતી મેળવી હતી તેમજ પ્રાકૃતિક ખેતી થી થતા ફાયદા અંગે પણ પ્રશ્નોત્તરી કરી હતી

Back to top button
error: Content is protected !!