
આપણું ગુજરાત પ્રાકૃતિક ગુજરાત ઝુંબેશને સાર્થક કરી રહ્યા છે કડી તાલુકાના કરણનગરના પ્રાકૃતિક કૃષિના ઋષિ રાજેશભાઈ પટેલ નાથાભાઈ પટેલ
(આપણું ગુજરાત પ્રાકૃતિક ગુજરાત ઝુંબેશને સાર્થક કરી રહ્યા છે કડી તાલુકાના કરણનગરના પ્રાકૃતિક કૃષિના ઋષિ પટેલ રાજેશભાઈ નાથાભાઈ……. કડી તાલુકાના કરણનગર ગામે જય ગોગા પ્રાકૃતિક મોડલ ફાર્મ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં….. પ્રાકૃતિક ઋષિ ખેતીના પ્રેમીઓ અહી ઉમંગભેર મુલાકાત લઈ રહ્યા છે.)
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કડી તાલુકાના કરણનગ ગામે રપ્રાકૃતિક કૃષિના ઋષિ રાજુભાઈ પટેલ નાથાભાઈ પટેલે પોતાની 10 વીઘા જમીન તેમજ પાંચ વીઘા ભાડે જમીન લઈને છ વીઘા માં બાગાયત ખેતી કરી છે જેમાં આંબા, જામફળ, ચીકુ, મોસંબી જેટલા વિવિધ ૬૦ પાકો કર્યા છે અને મિશ્ર પાક પદ્ધતિથી અનાજ ,શાકભાજી અને ફળફળાદી વાવ્યા છે. આ માટે તેમને ટપક સિંચાઈ પદ્ધતિ અને મલ્ચીંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. શાકભાજી એ મલ્ચીંગ પદ્ધતિથી કરે છે. રાજુભાઈના આ મોડલ ફાર્મ ને જોવા માટે સખીમંડળની ટીમો તેમજ પ્રાકૃતિક કૃષિના ખેડૂતો ઉપરાંત રાજ્યભરના ખેડૂતો તેમજ પ્રાકૃતિક કૃષિના અભ્યાસુઓ પણ વૈજ્ઞાનિકો સાથે મુલાકાત લેતા હોય છે.


