BHUJGUJARATKUTCH

શ્રી સારસ્વતમ્ સંચાલિત શ્રી કે.જી.સાવલા હાઇસ્કુલ રામાણીયા માં નવીનભાઈ અમૃતલાલ જોબનપુત્ર કોમ્પ્યુટર ટેલી પ્રશિક્ષણ કેન્દ્ર ઉદઘાટન તથા એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ, તા -૧૩ ડિસેમ્બર : શ્રી સારસ્વતમ્ સંચાલિત શ્રી કે. જી.સાવલા હાઇસ્કુલ રામાણીયા માં નવીનભાઈ અમૃતલાલ જોબનપુત્ર કોમ્પ્યુટર ટેલી પ્રશિક્ષણ કેન્દ્ર ઉદઘાટન તથા એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમની અંદર દાતા પરિવાર નવીનભાઈ અમૃતલાલ જોબનપુત્ર પરિવાર માંથી લતાબેન, રોહનભાઈ, આનંદભાઈ અને રાધિકાબેન પધારેલ હતા અને સંસ્થાના પ્રમુખ ડોક્ટર વિજયાલક્ષ્મીબેન શેઠ, સંસ્થાના માનદ્ મંત્રી ડોક્ટર વી વિજયકુમાર સાહેબ, સંસ્થાના ટ્રસ્ટી શિવજીભાઈ આહીર, મહેન્દ્રભાઈ ભાનુશાલી તથા કોટડા રોહા સ્કૂલના આચાર્ય રણજીતસિંહ ઝાલા સાહેબ, નલિયા કન્યા વિદ્યાલયના આચાર્ય હેમલબેન ત્રિવેદી સારસ્વતમ્ સંસ્થાના મુલેશભાઈ દોશી તથા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપભાઈ દેશમુખ હાજર રહ્યા હતા. તથા રામાણીયા ગામના સરપંચ બળવંતસિંહ ગોહિલ, બેરાજા ગામના સરપંચ લાલુભા જાડેજા તથા પ્રાગપર અહિંસાધામના મેનેજર રાહુલભાઈ સાવલા હાજર રહ્યા હતા. રામાણિયા ગામમાંથી સુરેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, વજુભા જાડેજા, નેણબાઇ દનિચા અને ખેતબાઈ દનિચા અને‌ સાથે રામાણીયા પ્રાથમિક શાળાના બાળકો તથા આચાર્ય ભૂમિબેન, બેરાજા પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ સોલંકી તથા બેરાજા ના ધોરણ8 ના વિદ્યાર્થીઓ, નાની તુંબડી શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ ત્યાના ધોરણ8 ના વિદ્યાર્થીઓ, મોટી તુંબડી શાળાના આચાર્ય રોહિતભાઈ બાલાસ અને મોટી તુંબડી ના ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ વિશેષ ઉપસ્થિતિ અદાણી ફાઉન્ડેશનના એજ્યુકેશન કોર્ડીનેટર જાગૃતિબેન જોશી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓને ટેલીનું પ્રશિક્ષણ મળી રહે તે માટે શાળાની કમ્પ્યુટર લેબમાં ટેલી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. અને ટેલી ઇન્સ્ટ્રક્ટર રાખી અને બાળકોને તેનું પ્રશિક્ષણ આપવામાં આવશે તથા વિદ્યાર્થીઓએ બનાવેલા વિવિધ વિષયના શૈક્ષણિક મોડલ આધારિત એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર શૈક્ષણિક મોડલ્સ બનાવ્યા હતા. જેમાં 42 જેટલા મોડલ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા.

ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, કોમર્સ, ગણિત, AI, ભૂગોળ, ઇકોનોમિક્સ અને વિજ્ઞાન–ટેકનોલોજી જેવા વિવિધ વિષયો પર સુંદર કૃતિઓ તૈયાર કરવામાં આવી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા સાથે- સાથે સમગ્ર સ્ટાફનો ઉત્સાહ, મહેનત અને ટીમવર્ક દિવસભર ઝળકતું રહ્યું હતું જેમાં સ્ટાફ અને વિધાર્થીઓની મહેનત આંખે વળગે એવી રહી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રીમતી જયશ્રીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર સ્ટાફના સહયોગ વડે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ભક્તિબેન સાવલા તથા વિજયાબેન મહેશ્વરીએ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!