GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:શારદા વિદ્યામંદિર શાળામાં નવરાત્રી ના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૯.૨૦૨૫
આજરોજ માઁ અંબાના પાવન પર્વ એવા નવરાત્રીના ઉત્સવની ગોધરા રોડ સ્થિત શારદા વિદ્યામંદિર શાળામાં હર્ષોલ્લાસ પૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ પણ આ ઉજવણીમાં સહર્ષ જોડાયા હતા.આ ઉત્સવમાં ઉજવણીની સાથે સાથે પ્રતિયોગીતા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કેટેગરી પ્રમાણે ઇનામ આપવામાં આવ્યા હતા. શાળા દ્વારા માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ તેમના વાલી તથા શાળાના શિક્ષકો માટે પણ પ્રતિયોગીતા નું આયોજન કરેલ હતું.આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી ડૉ અર્પિત ઠાકર વિશેષ ઉપસ્થિતિ આપી હતી તેમના હસ્તે વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા.