ફૈઝ ખત્રી… શિનોર
શિનોર તાલુકાના મોલેથા ગામમાં શ્રી લીમ્બચ માથાજીના મંદિરે આઠમે નવચંડી યોજાઈ. જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા..
અને આઠમ નિમિતે શ્રી લીમ્બચ માતાજીના મંદિરે મેળા નું આયોજન કરવામાં આવતું હોય છે..
આ નવચંડી વાળંદ સમાજ કરે છે દર વર્ષ આઠમના દિવસે નવચંડી યોજાતી હોય છે અને માનતા પ્રમાણે આ મંદિરમાં માતાજી સાક્ષાત હાજર રે છે તેમજ લોકો આ મંદિરે અપાર શ્રદ્ધા ધરાવે છે.
જ્યારે લીંબચ માતા વાળંદ સમાજની કુળદેવી છે જેથી વાળંદ સમાજ વારંવાર માતાજીના ધાર્મિક પ્રોગ્રામો રાખવામાં આવતા હોય છે.
આ મંદિરના પૂજારી કિશોરભાઈ અંબાલાલભાઈ વ્યાસ એ 40 વર્ષ થી માતાજીની સેવા પૂજા કરે છે અને આ મંદિરમાં મોલેથા ગામના લોકો પણ સાથસહકાર તેમ દાન આપી ચારચંદ લગાવી રહ્યા છે.